રેત માફિયામાં ફફડાટ:નિઝર પંથકમાં ઓવરલોડ રેતી ભરેલી 6 ટ્રક ઝડપાઇ

કુકરમુંડા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
નિઝરના કાવઠા ગામની સીમમાં રેતી ભરેલી ટ્રકોનું ચેકીંગ કર્યું હતું. - Divya Bhaskar
નિઝરના કાવઠા ગામની સીમમાં રેતી ભરેલી ટ્રકોનું ચેકીંગ કર્યું હતું.
  • તાપી ભૂસ્તર વિભાગ,પ્રાંત અધિકારી મામલતદારો સહીત તેમની ટીમ દ્વારા જુના કાવઠા ગામની સીમમાં રેતી વહનની ટ્રકોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું

તાપીના નિઝર તાલુકામાં આવેલા જુના કાવઠા ગામની સીમમાંથી કોટલી ગામ તરફ જતા રસ્તા ઉપર ગત રોજ તાપી ભુસ્તર વિભાગ પ્રાંત અધિકારી, સહીત નિઝર-કુકરમુંડા તાલુકા મામલતદારો તેમની ટીમ દ્વારા ગેર કાયદેસરની રેતી વહન કરતી ટ્રકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા અંગે રેડ પાડી હતી. જુના કાવઠા ગામની સીમમાં રસ્તા ઉપરથી પસાર થતી રેતી ભરેલી ટ્રકને ઉભા કરીને ચેકિંગ હાથ ધરવામાં આવી હતી.

ભૂસ્તર વિભાગ, પ્રાંત અધિકારી તેમજ નિઝર અને કુકરમુંડા તાલુકાના મામલતદાર સહીત તેમની ટીમ દ્વારા ગત રાતના આશરે 9થી 10 વાગ્યાના અરસામાં જૂના કાવઠા ગામની સીમમાં ગેરકાયદે રેતી વહન કરતી ટ્રકનું ચેકિંગ હાથ ધરાતા ગેરકાયદે રેતી વહન કરતા રેત માફિયામાં ફફડાટ મચી ગયો હતો. અમુક રેતી ભરેલી અોવરલોડ ટ્રકમાંથી ટ્રક ચાલકો દ્વારા અધિકારીઓ સામે જ સ્થળ ઉપર ખાલી કરી દીધી હતી.

સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ નિઝર તાલુકામાં બેફામ બનેલા રેત માફિયાઓ દ્વારા તાપી નદીમાંથી ગેરકાયદે રેતી ખનન થઇ રહ્યું હોવા અંગે તેમજ વગર રોયલ્ટી અને રેતીની ઓવરલોડ ભરી જતી ટ્રકો સામે નિઝર તાલુકામાંથી અનેક આવેદન પત્ર અને લેખિત રજૂઆતો કરવામાં આવી હતી, જેને ધ્યાનમાં લઇને તાપી ભૂસ્તર વિભાગ, પ્રાંત અધિકારી તેમજ નિઝર અને કુકરમુંડા તાલુકાના મામલતદારો અને તેમની ટીમ દ્વારા રેત માફિયાઓ સામે લાલ આંખ કરી હતી.

નિઝરના કોટલી ગામની સીમમાં આવેલ તાપી નદીમાંથી રેતી ભરીને આવતી ટ્રકોનું ચેકિંગ જુના કાવઠા ગામની સીમમાં કરવામાં આવ્યું હતું, જેમાં 45થી વધુ ટ્રકોનું ચેકિંગ કરાયું જેમાં રેતી ભરેલ ઓવર લોડ ટ્રકો, રોયલ્ટી વગર ટ્રકો, ખાલી ટ્રકો સામેલ હતી. સ્થળ ઉપર ચેકિંગ સહીતની કામગીરીમાં મોડી રાત સુધી ચાલુ રહી હતી. નિઝર તાલુકામાં ગેરકાયદે રેતી ખનન બાબતે ફરિયાદ થતાં જેને લઈને જવાબદાર તંત્ર દ્વારા નિઝરના જુના કાવઠા ગામની સીમા વિસ્તારમાં ચેકિંગ હાથ ધરી હતી.

જેમાં 6 જેટલી ટ્રકોમાં બરાબર રોયલ્ટી હતી, જેમના નિવેદન લઇને છોડી દેવામાં આવ્યા હતા. બીજી 6 રેતી ભરેલ ઓવર ટ્રકોમાં મળી આવતા તેમને સીઝ કરવામાં આવી હતી. તેમજ 6 ટ્રક ખાલી મળી આવતા જેમના નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને અન્ય 30 જેટલી ટ્રકના ચાલકોના નિવેદન લેવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. તમામ રિપોર્ટ તૈયાર થયાં બાદ કસૂરવાર સામે દંડનીય કાર્યવાહી કરવામા આવશે તેમ ભૂસ્તર શાસ્ત્રી દ્વારા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...