ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:નિઝર-કુકરમુંડાના 5 કોઝવે દર ચોમાસે 3 થી 5 માસ સુધી ગરક લોકોને 15 કિમી સુધીનો ફેરાવો : કહો આ યાતના ક્યારે થશે દૂર

કુકરમુંડા2 મહિનો પહેલાલેખક: જહેરસિંગ વસાવે
  • કૉપી લિંક
જુના ગોરસા ગામને જોડતો કોઝવે - Divya Bhaskar
જુના ગોરસા ગામને જોડતો કોઝવે
  • માત્ર મત પૂરતો સ્વાર્થ રાખતા નેતાઓને ગ્રામજનો 1 જ સવાલ
  • દર વર્ષે નિઝર તાલુકાના 2 અને કુકરમુંડાના 3 કોઝવે ઉકાઈ જળાશયના પાણીમાં ગરક રહેછે,ખેડૂતોને સામે પાર આવેલા ખેતરે જવા માટે પણ લાંબો ચકરાવો વેઠવો પડેછે

તાજેતરમાં વિધાનસભાની ચુંટણીની માહોલ છે. નેતાઓ મત માંગવા ગામડાઓમાં ફરી રહ્યા છે. ત્યારે નેતાઓ એક વખત નિઝર અને કુકરમુંડાના આ 5 ગામોમાં આવો અને, એક વખત ખેડૂતોની અને ગ્રામજનો વર્ષોથી સહન કરી રહેલી મુશ્કેલી સાંભળજો. અહીં ઉકાઇ જળાશયનું પાણીમાં 3 થી 5 માસ કોઝવે ગરક રહે છે.

નિઝર ના કાવઠા ગામને જોડતો કોઝવે
નિઝર ના કાવઠા ગામને જોડતો કોઝવે

જેના કારણે 15 કિમી સુધીના ફેરવા સાથે લોકોએ અવર જવર કરવી પડે છે. ખેડૂતો કોઝવેની સામે પાર ખેતર હોવા છતાં ફેરવા સાથે ખેતી કરવી પડે છે. ઘણી વખત ખેતી કરવાનું મોઘું પડે છે. છતાં ખેડૂતને છૂટકો નથી. ગ્રામજનો જીવના જોખમે કોઝવે પાર કરતા હોય છે.

વર્ષોથી આટલી કપરી પરિસ્થિતિનો સામનો કરતા આવ્યા હોય, માત્ર મતની લાલચ નહી, હકીકતમાં આગેવાન બનીને 5 ગામના ખેડૂતોની અને ગ્રામજનોની વર્ષો જૂની સમસ્યાનો અંત લાવવા માટે આગળ આવી, યોગ્ય રજૂઆત કરીને પાણીમાં ગરક રહેતા કોઝાવેને ઊંચા બનાવવા નિમિત્ત બનો. ત્યારે સાચા નેતા કહેવાશો. પાંચ વર્ષમાં અમારા મત લેવા પૂરતા સ્વાર્થી નહી બનો. ઉકત રોષ હાલાકી વેઠી રહેલા ગ્રામજનોનો રોષ છે.

નિઝર તાલુકાના જુના કાવઠા ગામમાં વેલ્દા ગામને જોડતા રસ્તા પર આવેલ કોઝવે તેમજ હિંગણી ગામે દેવાળા ગામને જોડતા રસ્તા પર આવેલ લો-લેવલ કોઝવે દર વર્ષે ઉકાઈ જળાશયના પાણીમાં ગરક રહેતા ગ્રામજનો તેમજ ખેડૂતો આશરે 10 થી 15 કિલોમીટર ચકરાવો સહન કરવો પડે છે.

કુકરમુંડા તાલુકાના જુના કુકરમુંડાથી હથોડા જોડતા રસ્તા પર કોન્ડ્રોજ ગામની સીમમા આવેલ કોઝવે અને જુના ગોરસા ગામની સીમમા આવેલ કોઝવે તેમજ સાતોલા ગામથી બાલદા ગામને જોડતા રસ્તા પરના કોઝવે પણ ઉકાઈ જળાશયનું પાણી ભરાય જતા ગ્રામજનો તેમજ ખેડૂતોઓને ચકરાવો પડતો હોય છે.

બન્ને તાલુકાઓના 5 ગામના રસ્તાના કોઝવે પર દર વર્ષે ઉકાઈ જળાશયનું પાણી ભરાય રહેતા વર્ષોથી 3 થી 5 માસ ગ્રામજનો અને ખેડૂતોને ભારે હાલાકી વેઠી રહ્યા છે. ખેડૂતોને લાંબો ફેરાવો ખેતીની આવકમાં ઘટ કરે છે. સમયસર દેખરેખ રાખી શકાય નહિ, ફેરવા કારણે આર્થિક નુકશાન સાથે પાકની ખોટ પણ માથે સહન કરવી પડે છે.

કોઝવે પરથી જાવ તો બાલદાથી સતોલાનું અંતર 2 કિમી, જ્યારે ફરીને જાવતો 12 કિમી લાંબા થવું પડે છે
જુના કાવઠાથી વેલ્દા ગામ સુધી કોઝવે પરથી જવાથી આશરે 2 કિલોમીટર અને ફરીને જવાથી 10 કિલોમીટર જેટલું અંતર થાય છે. - હિંગણીથી દેવાળા કોઝવે પરથી 1 થી 2 કિલોમીટર થાય છે. જ્યારે ફરીને જવાથી 7 કિલોમીટર લાગે છે. જુના ગોરસાથી કુકરમુંડા પહોંચવા 5 થી 6 કિલોમીટર થાય છે. અને ફરીને જવા માટે આશરે 10 થી 15 કિમી થાય છે. બાલદાથી સાતોલા ગામ સુધી કોઝવે પરથી જવાથી આશરે 2 થી 2.5 કિલોમીટર થાય છે. જયારે ફરીને જવાથી આશરે 12 કિલોમીટર જવું પડે છે.

કોઝવે બંધ રહેતા આ મુશ્કેલી પડે છે
જુના કાવઠાનો કોઝવે : જુના કાવઠાનો ગામથી વેલ્દા ગામને જોડતા રસ્તા પરનો લો-લેવલનો કોઝવે ઉકાઈ જળાશયના પાણીમાં 3 થી 4 મહિના ગરક રહેતા ગામજનોને તેમજ ખેડૂતોઓને આશરે 10 થી વધુ કિમીનો ચકરાવો કરાવો પડે છે.

હિંગણી ગામનો કોઝવે : હિંગણી ગામથી દેવાળા ગામને જોડતા રસ્તા પર આવેલ લો-લેવલ કોઝવે પર 4 મહિના સુધી ઉકાઈ જળાશયની પાણી ભરાય રેહતા ગમાજનો તેમજ ખેડૂતોઓને 7 કિલોમીટરનો ચકરાવો કરાવો પડતો હોય છે.

જુના કુકરમુંડાનો કોઝવે : જુના કુકરમુંડા ગામથી હથોડા જતા રસ્તા પર જુના કોન્ડ્રોજ તેમજ જુના ગોરસા ગામની સીમમાં આવેલ કોઝવે પર 5 મહિના સુધી ઉકાઈ જળાશયનું પાણી ભરાય રહેતા ગામજનો તેમજ ખેડૂતોને 10 થી 15 કિલોમીટરનો ચકરાવો કરવો પડતો હોય છે.

સાતોલાથી બાલદાને જોડતો કોઝવે : સાતોલાથી બાલદા ગામને જોડતા રસ્તા પર આવેલ કોઝવે પણ આશરે 4થી5 મહિના સુધી ઉકાઈ જળાશયના પાણીમાં ગરક રહેતા ગામજનો અને ખેડૂતોને આશરે 10 કિલોમીટરનો ચકરાવો કરાવો પડે છે.

કોઝવે ઉંચો થાય એ જરૂરી
હિંગણીથી દેવાળા ગામના જોડતા રસ્તા પરનો કોઝવે પર જળાશયનું પાણી ભરાય જતા આ વિસ્તારના લોકો અને ખેડૂતોને આશરે 4 મહિના સુધી ફરીને જવું પડતું હોય છે. આ વિસ્તારના લોકો અને ખેડૂતોને ભારે મુશ્કેલી પડતી હોય છે.જેથી આ કોઝવે કોઝવે ઊંચો બનાવવા આવે તો લોકો અને ખેડૂતોને પડતી મુશ્કેલીઓ દૂર થાય તેમ છે. > ધનરાજભાઈ સુરમનભાઈ ભીલ. દેવાળા ગ્રામ પંચાયતના સરપંચ

પહેલા નેતાઓ આ પ્રશ્ન ઉકેલે
જુના કાવઠા ગામના લોકોને વેલ્દા ગામે બજાર કરાવા દવાખાનામા કે અન્ય કામ માટે જવા માટે આ રસ્તો સરળ બનતો હોય છે. પરંતુ દર વર્ષે આ રસ્તા પરના કોઝવે પર ઉકાઈ જળાશયનું પાણી ભરાય જવાથી આશરે 10 કિલોમીટર ફરીને જવું પડે છે. મત માંગવા આવનારા નેતાઓ પહેલા આ પ્રશ્નો ઉકેલ લાવે એ જરૂરી છે > વિશાલ પાડવી, જુના કાવઠા

અન્ય સમાચારો પણ છે...