તાપી જિલ્લાની છેવાડાના નિઝર અને કુકરમુંડા તાલુકામાં આવેલ 38 ગ્રામ પંચાયતોમાં સમાવેશ ગામડાઓમાં વસવાટ કરતાં લોકોમાંથી વર્ષ 2021 અને 2022માં તપાસ દરમ્યાન ટી.બી. રોગના 375 દર્દીઓ નોંધાયા હતા.જેમાંથી સારવાર દરમ્યાન 275 જેટલા દર્દીઓ સાજા થયા છે.
અને હાલમાં 100 જેટલા દર્દીઓની સારવાર ચાલી રહી છે. છેલ્લા 2 વર્ષમા નિઝર અને કુકરમુંડા તાલુકામાં આવેલ CHCઅનેPCH કેન્દ્રમાં ઘણા લોકોઓનું ટી.બી. રોગ અંગે ગડફા તપાસ કે એક્સરે રિપોર્ટ કરાવામાં આવ્યા હતા. તે દરમ્યાન કુલ 375 જેટલા લોકોઓમા ટી.બી.રોગના લક્ષણો જોવા મળતા તમામ દર્દીઓને બંને નિઝર અને કુકરમુંડા તાલુકામાં આવેલ 6 જેટલી PHC કેન્દ્ર પરથી દવાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી.જેમાંથી 275 જેટલા દર્દીઓ સારવાર દરમ્યાન સાજા થઈ ગયેલ હોય અને 100 જેટલા દર્દીઓ સારવાર હેઠળ દવાઓ ચાલુ હોવા અંગે જાણવા મળેલ છે.
નિઝર અને કુકરમુંડા તાલુકામા કુલ 06 PHC સેન્ટરો પરથી વર્ષ 2021અને2022 મા ટી.બી.રોગના 375 દર્દીઓને સારવાર હેઠળ દવાઓ ચાલુ હતી.જેમાંથી 275 જેટલાં દર્દીઓ સાજા થયાં છે અને 100 જેટલાં દર્દીઓને હાલમા પણ દવાઓ ચાલુ છે. બન્ને તાલુકામાંથી નિઝર તાલુકામા સમાવેશ વેલ્દા PHC સેન્ટરમા સમાવેશ ગામોમાંથી 60 દર્દીઓ પૈકી 33 દર્દીઓ સાજા થયાં છે તેમજ 27 દર્દીઓની સારવાર ચાલી રહી છે. વાંકા PHC સેન્ટરમા 78 દર્દીઓ પૈકી 60 દર્દીઓ સાજા થયા છે.
અને 18 દર્દીઓ સારવાર હેઠળ છે રાયગઢ PHC સેન્ટરમા 97 પૈકી 73 સાજા થયેલ છે.અને 24 સારવાર હેઠળ દવા ચાલુ છે.તેમજ કુકરમુંડા તાલુકાના ગંગથા PHC સેન્ટરમા 55 પૈકી 37 સાજા થયેલ છે.18 સારવાર હેઠળ છે. રાજપુર / કુકરમુંડા PHC સેન્ટરમા 53 પૈકી 47 સાજા થયાં અને 06 સારવાર હેઠળ અને સદગવાણ PHC સેન્ટરમા 32 પૈકી 25 સાજા થયાં છે. 07 જેટલાં દર્દીઓને સારવાર હેઠળ દવા ચાલુ છે.
કરાર આધારિત બે કર્મચારી
નિઝર અને કુકરમુંડા તાલુકામાં આરોગ્ય વિભાગ હેઠળ ટી.બી. વિભાગમાં 11 મહિનાના કરાર આધારિત માત્ર 2 જ કર્મચારીઓને નિમણૂંક કરવામા આવેલ છે.જેમાં S.T.L તરીકે જીવનભાઈ. બી. પટેલ અને S.T.L.S તરીકે સત્યવાનભાઈ. ડી.વળવી જે 2 કર્મચારીઓ દ્વારા ગાડુ ગબડાવવામાં આવી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.