વારસો:પાટીમાં ગણેશ મંડળના 50 વર્ષ પૂર્ણ થતાં સુવર્ણજયંતિ ઉજવાઇ

ડોલવણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગામમાં 1972માં શરૂ કરાયેલા ગણેશોત્સવે અંગ્રજોની સામે લડતમાં પણ યોગદાન આપ્યું હતું

ડોલવણના પાટી ગામે 50 મો ગણેશ મહોત્સવ, સુવર્ણજયંતિ પાટી મંદિર ફળિયા યુવક મંડળ ઉજવી રહ્યા છે. ગણેશ મહોત્સવ પચાસ વર્ષ થતાં ભક્તોમાં આનદની લાગણી છવાઈ રહી છે. ડોલવણ તાલુકાના પાટી ગામના મંદિર ફળિયામાં આજથી પચાસ વર્ષ પહેલા ઈ. સ 1972 વડિલો દ્વારા ગણેશ મહોત્સવ ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી.તે આજ ઉત્સવ છે જેણે અંગ્રેજોની વિરુદ્ધમાં જન આંદોલન ઉભું કરવામાં મહત્વની ભુમિકા નિભાવી હતી.

તેઓ દ્રારા માટીની મૂર્તિ જાતે બનાવી જાતે બનાવીને ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી.તે સમયે યાંત્રિક સુશોભન અને માળા જાપ કરતા સંત બનાવી આજુબાજુ ગામના લોકોનું ધ્યાન આકર્ષિત કરવામાં આવ્યુ હતું. આજુબાજુના ગામ પંચોલ, અંધારવાડીદૂર, પલાસિયા, પીઠાદરા, કણધા, કાકડવા, કોસમકુવા જેવા ગામના લોકો દર્શન કરવા માટે આવતા હતા.

મુખ્ય વડીલોશ્રી ઠાકોરભાઈ વશનભાઈ, ગોવિંદભાઇ ઉખેડભાઈ, આયતાભાઈ રમતાભાઈ, સુભાષભાઈ જાદવભાઈ, મકાનભાઈ ઘેલાભાઈ, ભગુભાઈ ઘેલાભાઈ, અમૃતભાઈ સાકરભાઈ, ઇશ્વરભાઈ મટરભાઇ, કલ્યાણભાઇ છોટુભાઇ અને નામી અનામી બીજા વડિલો અને ફળિયામા તે સમયે ગણેશોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. તેના આ વર્ષે પચાસમું વર્ષ એટલે કે સુવર્ણજયંતિ છે. સાથે સમગ્ર દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગણેશોત્સવનું ખાસ મહત્વ છે. આ બંને ઉત્સવ ભેગાં થયા તે આપણા માટે ખૂબ પ્રેરણાદાયી અને પ્રાસંગિક છે.

અન્ય સમાચારો પણ છે...