તહેવારની તેજી:દિવાળીની પૂર્વ સંધ્યાએ વ્યારાના બજાર ગ્રાહકોની ભીડ જામી

વ્યારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વ્યારા ના બજારો માં બજારોમાં છેલ્લા કેટલાંક દિવસો થી જણાતો મંદીનો માહોલ દિપાવલીનાં દિવસો શરૂ થતાં ની સાથે જ આજરોજ ખુલી ગયો હતોં. દિવાળી ની પૂર્વ સંધ્યા એ વ્યારા નગરનાં બજારો સવાર થી જ ગ્રાહકો ની ભીડ થી ઉભરાઇ ગયાં હતાં, ક્યાંક કલરો , તો ક્યાંક રેડીમેડ દુકાનો હોય ઇલેકટ્રીક ની દુકાનો અને ફટાકડા ની દુકાનોએ ગ્રાહકોની ભીડ જામી હતી. કોરોનાને કારણેબજારોમાં મંદીનો માહોલ ની વાતો વહેતી જોવા મળતી હતી એટલુંજ નહીં દિવાળી માથા આવી ગઇ છતાં પણ કપડાં, રેડીમેડ કપડાં, દરજીકામ, ઇલેક્ટીક, દારૂખાનાં ની દુકાનો, ખાદ્યચીજવસ્તુઓ ની દુકાનો માં પણ મંદીનો માહોલ જોવા મળતો હતો પરંતું દિપાવલી નાં દિવસો ની આજરોજ થી શરૂઆત થતાં ની સાથે જ મંદીનો ફંદો અચાનક ખુલી ગયેલો જોવા મળ્યો હતો.જેને લઇ ને આજરોજ સવાર નાં 10 કલાક થી નગરનાં બજારો માં ગ્રાહકોનું ધોડાપુર જોવા મળ્યુ હતું,જેમાં કરિયાણું ઉપરાંત કપડાં, પ્રકાશનું પર્વ હોય ઇલેક્ટ્રીક સીરીઝો ખરીદવા, દારૂખાનું લેવા ગ્રાજહકોની ભીડ જોવા મળતી હતી.

અન્ય સમાચારો પણ છે...