તાપી જિલ્લામાંથી પસાર થનાર નેશનલ હાઇવે 56ના સંપાદન સામે વ્યારા અને ડોલવણ તાલુકાના ખેડૂતોએ ધીમે ધીમે જાણકારી મળતા વાંધા અરજ આપવાનું શરૂ કરી દેવાયું છે. નવસારી જિલ્લામાં અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન અને વલસાડ જિલ્લામાં વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઈવેમાં જિલ્લા જમીન મૂલ્યાંકન સમિતિમાં બજાર કિંમતે વ્યાજબી વળતર મળે તે માટે શુક્રવારે વધુ 140 જેટલા ખેડૂતોએ વ્યારા ખાતે આવેલી જમીન સંપાદન કચેરી અધિકારી સહિત અન્ય સબધિત અધિકારીઓને સામૂહિક અરજી આપી ન્યાયની માંગણી કરી હતી.
તાપી જિલ્લામાંથી પસાર થનાર નેશનલ હાઇવે નંબર 56 માટે ડોલવણ અને વ્યારા તાલુકાના 21 ગામોના અંદાજિત 1100 ખેડૂતોને અસર કરનારી જમીન સંપાદન કરવામાં આવી છે, તે માટે વ્યારા પ્રાંત અધિકારી દ્વારા તા. 01/11/2022 ના રોજ દૈનિક સમાચાર પત્રમાં જાહેરાત આપવામાં આવી છે. આ જાહેરનામું બહાર પડતા હાલ સુધી સાથે જ તાપી જિલ્લા અસરગ્રસ્ત 1100 ખેડૂતો પૈકી 10 જેટલા ખેડૂતોએ વાંધા અરજ આપી દેવાઈ છે. જોકે 21 નવેમ્બર 22 સુધી વાંધા અરજીઓ સ્વીકારવામાં આવનાર હોય હજી વાંધા ઉઠાવનાર ખેડૂતોની સંખ્યામાં વધારો થઇ શકે છે.
આ માર્ગ ડોલવણ તાલુકાના પાઠકવાડીથી થઇ વ્યારા તાલુકાના કાંજણ થઇ માંડવી રોડ સુધી આવતા 21 ગામોના 1100 ખેડૂતો અસરગ્રસ્ત બનશે, જેને લઇ વાંધા અરજી કરનારા ઈસમો દ્વારા જમીન સંપાદન અધિકારી વ્યારાને લેખિત રજૂઆત કરવામાં આવી છે તેમાં જણાવ્યું છે કે કેન્દ્ર સરકારે અબજો રૂપિયાના ખર્ચે રાષ્ટ્રની પ્રજાની સુવિધા માટે નેશનલ હાઇવે વાઈડીંગ કરાવે છે, ત્યારે તેમના ટેક્નિકલ કન્સલટન્ટએ જ્યાં જમીન સંપાદન થતું હોય ત્યાંના અસરગ્રસ્ત લોકોના રાઈટ ઓફ ઇઝમેન્ટ સ્થાનિક લોકોને સાથે રાખીને એસેસમેન્ટ કરવાનું હોય છે.
નવસારી જિલ્લામાં અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન અને વલસાડ જિલ્લામાં વડોદરા જિલ્લામાં વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઈવેમાં જિલ્લા જમીન મૂલ્યાંકન સમિતિમાં બજાર કિંમતે વ્યાજબી કિંમત નક્કી કરી વળતર ચૂકવાયા છે જેમાં વાર્ષિક વધારો કરી વ્યાજબી વળતર વાટાઘાટથી નક્કી કરવામાં આવેજામીનની વાસ્તવિક બજાર કિંમત નક્કી કરી ખેડૂતોની સાંતી મેળવી જમીન સંપાદન પ્રક્રિયા આગળ ચલાવવા સક્ષમ અધિકારી અને પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજેસ્ટ્રેટ તાપી તથા પ્રોજેક્ટ ડાયરેક્ટર નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા સુરતને શુક્રવારે સાત ગામના 140 જેટલા ખેડૂતોએ સામૂહિક અરજી આપી ન્યાયિક માંગણી કરી હતી.
કયા ગામમાં કેટલી વાંધા અરજી
વ્યારા અને ડોલવણના વિવિધ ગામો પૈકી શુક્રવારના રોજ ગડત ગામે 20 ખેડૂતો, ડોલવણ ગામે 13 ખેડૂતો, જેસીંગપુરા ગામે 29 ખેડૂતો, બેડચિત ગામે 22 ખેડૂતો ,પાઠકવાડી ગામે 15 ખેડૂતો, કપુરા ગામે 34 ખેડૂતો અને કટાસવાણ ખાતે 07 ખેડૂતો મળી ખુલ્લે 140 ખેડૂતોની સામૂહિક વાંધા અરજી આજરોજ અપાય હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.