રોષ / વઢવાણ તાલુકાના 3 હજારથી વધુ ખેડૂતોનો કપાસ વેચવા રઝળપાટ

Wandering to sell cotton to more than 3 thousand farmers of Wadhwan taluka
X
Wandering to sell cotton to more than 3 thousand farmers of Wadhwan taluka

  • એક માસથી ખરીદી બંધ અને ચોમાસાની દસ્તક

દિવ્ય ભાસ્કર

Jul 03, 2020, 04:00 AM IST

વઢવાણ. વઢવાણ તાલુકામા એક માસથી સીસીઆઇ ખરીદી કેન્દ્ર બંધ છે. આથી 3000થી વધુ ખેડૂતો કપાસ વેચાણ માટે રઝળપાટ કરી રહ્યા છે. ત્યારે કોરોના મહામારી અને માથે ચોમાસુ વચ્ચે ખેડૂતો દયનિય સ્થિતિમાં મુકાતા ભારે રોષ ફેલાયો છે. આ અગે ધારસભય અને ભાજપ પક્ષને રજૂઆત કરી છે. વઢવાણ પંથકમાં કપાસનો ભાવ તળીયે એટલેકે એક મણે રૂ.700થી નીચે પહોંચ્યો હતો. આથી વડોદ અને દેદાદરા ખાતે સીસીઆઇ દ્વારા કપાસ ખરીદી શરૂ થઇ હતી. જેમાં 3880થી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ હતુ. પરંતુ અત્યાર સુધીમાં 700 ખેડૂતોને કપાસ વેચાણ થયુ છે.

જયારે વઢવાણ તાલુકાના 156 ખેડૂતો ગેરરીતીનો ભોગ બનતા ન્યાય આપવાની રજૂઆત વજુભા રાઠોડે કરી છે

આથી 3100થી વધુ ખેડૂતોનો કપાસ ખરીદવા ગલ્લાતલ્લા થઇ રહ્યા છે. આ દરમિયાન વઢવાણના ખેડૂતોને કપાસ વેચાણ માટે ચોટીલા લખતર  મોકલ્યા હતા. આથી કિશાન સંઘના નેતાઓને કેન્દ્ર અને રાજ્યસરકાર સમક્ષ વિરોધ સાથે મોહનભાઇ પટેલ, વજુભા રાઠોડ વગેરેએ રજૂઆત કરી છે. જ્યારે કિશોરભાય પટેલે 30 જુન રોજ ધારાસભ્ય ધનજીભાઇ પટેલ અને ભાજપ પક્ષને લેખીત રજૂઆત કરી છે. જેમા એક માસથી બંધ સીસીઆઇ કેન્દ્ર ચાલુ કરવા માગ કરી છે. જયારે વઢવાણ તાલુકાના 156 ખેડૂતો ગેરરીતીનો ભોગ બનતા ન્યાય આપવાની રજૂઆત વજુભા રાઠોડે કરી છે. જ્યારે કપાસની ગુણવત્તા બગડતા ખેડૂતોનો કપાસ લેવામાં આવતો નથી. આથી ખેડૂતો  અનેજીનીંગમાં કપાસના ઢગ ખડકાયા છે. ત્યારે આ અંગે યોગ્ય નિર્ણય લઇને ઝડપી કાર્યવાહી કરવી જોઇએ તેવી માગણી થઈ છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી