તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોષ:જંત્રી મુદ્દે વઢવાણ મામલતદાર કચેરીએ ખેડૂતોનો હોબાળો

વઢવાણ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગામડાઓમાં જંત્રી વધારવા માટે આવેદન પાઠવ્યું

વઢવાણ તાલુકાના ગામડાઓમાં જંત્રી બાબતે ખેડૂતોમાં અન્યાયની લાગણી ફેલાઇ છે. ત્યારે વઢવાણ મામલતદાર કચેરએ ખેડૂતોએ આવેદનપત્ર પાઠવ્યુ હતુ. જેમાં જંત્રી વધારી આપવામાં આવે તો ખેડૂતોને યોગ્ય વળતર મળે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

વઢવાણ તાલુકો જિલ્લા મથકે હોવાથી શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં બહુ અંતર નથી. જ્યારે ગામડાઓમાં જંત્રીના ભાવો બાબતે ખેડૂતોમાં રોષ ફેલાયો છે. વઢવાણ તાલુકાના અનેક ગામોની સાત ગણી કે દશ ગણી જંત્રીઓ છે. ત્યારે વઢવાણ તાલુકાના ખેડૂતો મામલતદાર કચેરીએ વિરોધ કરવા પહોંચ્યા હતા. જેમાં દેદાદરા ગામના ખેડુતો વઢવાણ મામલતદાર જી.ડી.બરોલીયાને આવેદનપત્ર પાઠવ્યુ હતુ.

આ તકે દશુભા ઝાલા, પૃથ્વીરાજસિંહ જયુભા ઝાલા, ગીરીરાજસિંહ, હરપાલસિંહ વગેરે જણાવ્યુ કે અમો ખેડૂતોએ મામલતદારને વાંધ અરજી કરી છે. જેમાં દેદાદરા ગામને જંત્રી મંજુર કરી છે. એ જંત્રી ગામના ખેડૂતોને મંજુર નથી. બીજા તાલુકામાં ખેડૂતોને જંત્રી વધારી દેવામાં આવી છે.

આથી અમારા ગામોમાં પણ જંત્રી વધારી દેવાય તો ખેડૂતોને યોગ્ય વળતર મળી શકે તેમ છે. બીજીતરફ વઢવાણ તાલુકાના વાઘેલા, બલદાણા, વસ્તડી,નાના કેરાળા વગેરે ગામોમાં પણ જંત્રી પ્રશ્ને ખેડૂતો ખફા થયા છે. ત્યારે વઢવાણ તાલુકામાં જંત્રીનો મુદો વિધાનસભામાં ચૂંટણીમા઼ અસર કરશે તેવી ચિમકી અપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...