તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવાકીય અભિયાન:વઢવાણના પાન પ્રેમીઓએ જીવનજરૂરી કિટ વિતરિત કરી

વઢવાણ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અન્ય ગલ્લા કે પાન મંડળના યુવાનોને સેવાકીય અભિયાનમાં જોડાવા અપીલ

વઢવાણના શહેરના 80 ફુટ વિસ્તારના પાન યુવક મંડળે જરૂરીયાત મંદોને જીવનજરૂરી વસ્તુની કિટ વિતરણ કરી. ઉપરાંત અન્ય ગલ્લા કે પાન મંડળના યુવાનોને સેવાકિય અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી. વઢવાણ 80 ફુટ રોડ પર પાન યુવક મંડળ બનાવાયુ છે. આ મંડળના સભ્યો દરરોજ પાન કે માવા માટે ગલ્લા પર આવે છે. ત્યારે ચમનલાલ.કે.પટેલ, જયપાલસિંહ, વિજયભાઇ હડીયલ, દિલીપભાઇ ત્રિવેદી અને વનરાજસિંહ વગેરે દ્વારા ગરીબ અને જરૂરીયાતમંદોને કિટ વિતરણનું આયોજન કરાયુ હતુ. જેમાં તેલનો ડબ્બો, ઘઉં, બાજરો, બટેટા, ડુંગળી, જીરૂ, હળવદ, ચોખ્ખુ ઘી જેવી વસ્તુઓની કીટ બનાવાઇ હતી. ઘરશાળાના ગૃહપતિ દિલિપભાઇ ઝાલાવાડીયાનું અવસાન થયુ હતુ. આથી તેમના કુટુંબની મુશ્કેલીમાં સાથ આપવા આ પાન યુવક મંડળના સભ્યો ઘરે પહોંચી ગયા હતા. ત્યારે સદગતના પરિવારજનોને કિટ આપી અભિયાનનો પ્રારંભ કર્યો હતો.

આ અંગે ચમનભાઇ પટેલે જણાવ્યુ કે દરેક ગામ, દરેક શેરીમાં પાનગલ્લા પર મિત્રોની ટોળી હોય છે . અમારા ઘનશ્યામ પાન યુવક મંડળને આ વિચાર આવ્યો હતો. અમોએ બીજાને પ્રેરણા મળે તે માટે દરેક માવા અને પાન પ્રેમીઓને અપીલ છે કે સેવાકીય પ્રવૃતિમાં સહયોગ આપીને લોકોની મુશ્કેલી, સમસ્યા અને દુ:ખમાં સહયોગ આપવો જોઇએ.

અન્ય સમાચારો પણ છે...