તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડાયવર્ઝન માંગણી:વઢવાણ GIDC કોઝવે એક સપ્તાહથી બંધ

વઢવાણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વઢવાણ જીઆઇડીસી કોઝવે ડાયવર્ઝન વગર કામગીરી કરાતા લોકોને ફોગટ ફેરો ફરવો પડી રહ્યો છે. - Divya Bhaskar
વઢવાણ જીઆઇડીસી કોઝવે ડાયવર્ઝન વગર કામગીરી કરાતા લોકોને ફોગટ ફેરો ફરવો પડી રહ્યો છે.
  • ડાયવર્ઝન ન અપાતાં 4 કિલોમીટરનો વાહનચાલકોને ફોગટ ફેરો

વઢવાણ જીઆઇડીસી કોઝવે બિસમાર બનતા 3 વર્ષ બાદ ચોમાસાના પ્રારંભે રિપેરિંગ કામ શરૂ કરાયુ છે. પરંતુ કોઝવેની બંને સાઇડ એક સપ્તાહથી બંધ કરી દેવાઇ છે. જ્યારે ડાયવર્ઝન ન હોવાથી વાહનચાલકો ચાર કિ.મીનો ફોગટ ફેરો ફરવો પડે છે. સુરેન્દ્રનગર-વઢવાણને જોડતા ભોગાવો નદી પરના વઢવાણ જીઆઇડીસી કોઝવે વર્ષોથી બિસમાર છે. દર વર્ષે ચોમાસામાં પાણી ફરી વળતા નુકસાન થાય છે. બીજી તરફ જોરાવરનગર અને રતનપર પાસેનો કોઝવે પર પુલ બનાવવામાં આવ્યા છે.

વઢવાણ જીઆઇડીસી કોઝવે બાબતે વિરોભપક્ષ અને શહેરીજનોએ આંદોલનની ચીમકી આપતા પાલિકા તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગ્યું હતુ. જેમાં ચોમાસાના આગમનની ઘડીઓ વચ્ચે રિપેરિંગ કામ 3 વર્ષ બાદ શરૂ કર્યુ છે. પરંતુ આ માટે કોઝવેની બંને સાઇડ પર અવરજવર બંધ કરી દેવાઈ છે. આથી એક સપ્તાહથી હજારો વાહન ચાલકોને 4 કિ.મીનો ફોગટ ફેરો ફરવો પડે છે. જ્યારે સુરસાગર ડેરી, ડીમાર્ટ,વઢવાણ માર્કેટિંગ યાર્ડ સહિત 50 ઔદ્યોગિક એકમો આ રસ્તા પર આવેલા છે. આમ છતા કોઝવે પર ડાયવર્ઝન આપ્યા વગર રસ્તો બંધ કરી દેવાતા રોષ ફેલાયો છે. બીજીતરય વઢવાણ અને તાલુકાના ગ્રામજનોને જીઆઇડીસી જવા માટે ધોળીપોળ, ગેબનશાપીર દરગાહ થઇને ફોગટ ફેરો થાય છે. આથી જીઆઇડીસી કોઝવે પર રિપેરિંગ કામ ઝડપી કરવા અથવા ડાયવર્ઝન આપવાની લાગણી અને માંગણી ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...