તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:વઢવાણ GIDC કોઝવે 3 વર્ષથી બિસમાર: મસમોટાં ગાબડાં

વઢવાણ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
વઢવાણ જીઆઇડીસી પુલ બિસમાર બન્યો છે. - Divya Bhaskar
વઢવાણ જીઆઇડીસી પુલ બિસમાર બન્યો છે.
  • વાહનચાલકોનો પ્રશ્ન હલ નહીં થાય તો આંદોલનની ચીમકી

વઢવાણ જીઆઇડીસીને જોડતો કોઝવે ત્રણ વર્ષથી બિસ્માર છે.હાલ કોઝવે પર ઠેરઠેર ગાબડાઓ પડતા હજારો વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. આ કોઝવે મામલે ચક્કાજામ,ડાયવર્ઝન આંદોલન અને ખાડાપુરો અભિયાનની ચિમકી અપાઇ છે. સુરેન્દ્રનગર-વઢવાણ નગરપાલિકાઓ એક કરી સંયુક્ત નગર પાલિકા બનતા લોકોને વિકાસ થશે તેવી આશા હતી. સુરેન્દ્રનગર ,રતનપર, જોરાવરનગરને જોડતા ભોગાવો નદી પર કોઝવેના બદલે પુલ બન્યા છે. પરંતુ વઢવાણને જોડતો કોઝવે પર પુલ બનાવવાની વાત દૂર ત્રણ વર્ષથી બિસ્માર બન્યો છે.

આ કોઝવે પર મસમોટા ગાબડા પડ્યા હોવાથી વઢવાણ માર્કેટિંગયાર્ડ, સુરસાગરડેરી, ડીમાર્ટ, જીઆઇડીસી તરફ અવર જવર કરતા હજારો વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ અંગે વઢવાણ નગરપાલિકા પૂર્વ પ્રમુખ વિક્રમભાઇ દવે, સતિષભાઇ ગમારા, જીતુભાઇ દલવાડી, સાગરભાઇ શુકલ, ધ્રુવ જાની વગરેએ કોઝવે તાત્કાલિક રિપેરિંગ કરવાની માંગ કરી છે. જ્યારે નગરપાલિકા કોઝવેને બદલે પુલ બનાવે તેવી માંગ કરાઇ છે.

આ મામલે યોગ્ય કાર્યવાહી નહીં કરાય તો ચક્કાજા, ડાયવર્ઝન આંદોલન અને ખાડાપુરવા અભિયાન કરવાની ચીમકી અપાઈ છે. ચોમાસામાં ભોગાવો નદીમાં પાણી આવતા દર વર્ષે કોઝવે બંધ થઇ જાય છે. આથી કાયમી સમસ્યાનો ઉકેલ માટે પુલ બનાવવામાં આવે તેવી લાગણી અને માંગણી વ્યક્ત કરાલ છે.

અન્ય સમાચારો પણ છે...