મુશ્કેલી / માળોદ-ખારવા રસ્તા ઉપર નાળા ન બનતાં ગ્રામજનોને હાલાકી, વાઘેલા ગામ પાસે પાણી જમા થતાં ચોમાસામાં મુશ્કેલી

માળોદ-ખારવા રસ્તો નવો ન બનતા હાલાકી.
માળોદ-ખારવા રસ્તો નવો ન બનતા હાલાકી.
X
માળોદ-ખારવા રસ્તો નવો ન બનતા હાલાકી.માળોદ-ખારવા રસ્તો નવો ન બનતા હાલાકી.

દિવ્ય ભાસ્કર

Jul 09, 2020, 04:03 AM IST

વઢવાણ. વઢવાણ તાલુકાના માળોદ-વાઘેલાને જોડતો રસ્તો બન્યો છે. પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે રસ્તા પર નાળાઓ ન હોવાથી ચોમાસામાં રસ્તો બંધ થઇ જાય છે. જ્યારે આ અંગે સરપંચ અને ડેલીગેટે રજૂઆત કરી રૂ.27 લાખ મંજુર કરાવવા છતા કામગીરી શરૂ થઇ નથી.

વઢવાણ તાલુકાના પાટીદારોના ગામોને જોડતો ખારવા-માળોદ રસ્તો પ્રધાનમંત્રી સડક યોજનામાં નવો બન્યો છે. આથી બલદાણા, ગોમટા, ખારવા, વાઘેલા, માળોદ ગામને ફાયદો થયો છે. પરંતુ નાળા ન હોવાથી ચોમાસામાં રસ્તો બંધ થઇ જાય છે. આ અંગે વાઘેલાના સરપંચ નારૂભા મસાણી, અસવાર રણજીતસિંહ, તાલુકા પંચાયતના સદસ્ય હિંમતભાઇ વગેરેએ જણાવ્યુ કે માળોદ - વાઘેલા વચ્ચે ત્રણ નાળાની જરૂરીયાત છે. પરંતુ નાળા ન બનતા ચોમાસામાં વરસાદી પાણી જમા થાય છે. વાઘેલા પ્રાથમિક શાળા પાસે પાણી આવતા બાળકોને પણ મુશ્કેલી પડે છે. આ અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી હતી. જ્યારે પીડબલ્યુડીના કાર્યપાલક ઇજનેર ઉદય દવેએ જણાવ્યુ કે આ ગામ વચ્ચે ત્રણ નાળાના રૂ.27 લાખ મંજૂર થયા છે. આથી રૂ.9 લાખના ત્રણ - ત્રણ નાળા બનાવવાની કામગીરી ટુંક સમયમાં હાથ ધરાશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી