રાહત:વાઘેલા-માળોદનો અધુરો રસ્તો અંતે પૂર્ણ કરાતાં વાહનચાલકોમાં રાહત, ચોમાસામાં વરસાદી પાણીની સમસ્યા ઉકેલાઇ

વઢવાણ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વઢવાણ તાલુકાના વાઘેલા અને માળોદ ગામને જોડતો રસ્તો બિસ્માર બન્યો હતો. ત્યારે લાખો રૂપીયાના ખર્ચે બનેલા રસ્તાનું કામ અધુરૂ રહ્યુ હતુ. આથી ચોમાસામાં આ સીસીરોડ નવો બનતા ગ્રામજનોની મુશ્કેલીનો અંત આવ્યો હતો.

વઢવાણ તાલુકાના ખારવા, વાઘેલા અને માળોદને જોડતો મુખ્ય રસ્તો મુખ્ય મંત્રી સડક યોજનામાં નવો બનાવાયો છે. આથી બલદાણા, ગોમટા, ટીંબા, ખોલડીયાદ ગામના લોકોને અવરજવરમાં રાહત થઇ હતી. જ્યારે વાઘેલા ગામમાંથી પસાર થતા રસ્તાનુ કામ અધુરૂ રહ્યુ હતુ. આથી વાઘેલાના સરપંચ નારૂભા મસાણી, તાલુકા પંચાયત સદસ્ય હિંમતલાલ વગેરેએ રજુઆત કરી અધુરૂ કામ શરૂ કરાવાયુ હતુ. 

આ રસ્તો સિમેન્ટ કોંક્રિટનો બનતા ચોમાસામાં વરસાદી પાણીની સમસ્યા ઉકેલાઇ છે. જ્યારે પાંચ ગામોના લોકોને ઉબડખાબડ રસ્તામાંથી મુક્તી મળી છે. જ્યારે માળોદ, વાઘેલા ગામમાં રસ્તા પરના બાવળોનુ કટીંગ બાબતે રજૂઆતો કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...