તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રસીની અછત:વઢવાણ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં રસી, દવાનો જથ્થો ખૂટ્યો

વઢવાણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2 દિવસથી માત્ર 90 જણાને રસી અપાતાં લાંબી લાઇનો

વઢવાણ તાલુકામાં સૌથી વધુ કોરોના કેસો નોંધાતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે ત્યારે વઢવાણ તાલુકાના ખાંડીપોળ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં રસી લેવા માટે લોકો ઊમટી રહ્યા છે. પરંતુ માત્ર 90 જણાને જ રસી આપવામાં આવતાં બપોર પછી કામગીરી બંધ કરી દેવાય છે. આથી વેક્સિનનો અને દવાઓનો જથ્થો પૂરતો ફાળવવાની માગ ઊઠી છે. વઢવાણ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં કોરોના કાળમાં દર્દીઓની ભારે ભીડ રહે છે પરંતુ દર્દીઓને દાખલ કરવામાં આવતા નથી. આ ઉપરાંત દવા, રસી વગેરે જથ્થો પણ ખૂટી પડે છે. આથી વઢવાણ તાલુકાનાં 42 ગામ અને શહેરીજનોને ભારે મુશ્કેલી પડે છે. તાલુકામાં 15 દિવસથી સૌથી વધુ કોરોનાના કેસો નોંધાયા છે પરંતુ જિલ્લા આરોગ્ય તંત્ર કોરોના દર્દીઓને બેડ, દવા કે રસીની વ્યવસ્થા કરી શકતું નથી, તેવી રજૂઆત વિક્રમસિંહ, જીતુભાઈ વગેરેએ કરી છે. ખાંડીપોળ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 42 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવે છે પરંતુ 2 દિવસથી માત્ર 90 જણાને જ રસી આપવામાં આવે છે. આથી બપોર પછી કામગીરી બંધ થતા લોકોને ધરમધક્કા કરવા પડે છે.

અન્ય સમાચારો પણ છે...