તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:વઢવાણમાં સાફ-સફાઇ બાબતે નાયબ કલેક્ટરની COને તાકીદ

વઢવાણ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
વઢવાણ નાયબ કલેક્ટરે ગંદકીની ફરિયાદ વાળા વિસ્તારોમાં રોજે રોજ સુપરવિઝન રાખી સમસ્યા હલ કરવા તાકીદ કરાઇ છે. - Divya Bhaskar
વઢવાણ નાયબ કલેક્ટરે ગંદકીની ફરિયાદ વાળા વિસ્તારોમાં રોજે રોજ સુપરવિઝન રાખી સમસ્યા હલ કરવા તાકીદ કરાઇ છે.
 • જવાબદાર કર્મીઓ સામે પગલાં લઇ જાણ કરો
 • કોંગ્રેસ દ્વારા ઉપવાસ આંદોલન કરી રજૂઆત કરાઇ હતી

સુરેન્દ્રનગર- વઢવાણ પાલિકા એક થતા પ્રાથમિક સુવિધા બાબતે કાગરોળ મચી છે. જેમાં કચરાનાગઢ, ગંદકી, ભુગર્ભ ગટર બાબતે આંદોલનની ચીમકી પણ અપાઇ છે. ત્યારે વઢવાણ નાયબ કલેક્ટરે નિયમિત સાફ સફાઇ બાબતે ચીફઓફિસરને લેખિત પત્ર પાઠવ્યો છે. જેમાં સફાઇમાં જવાબદાર કર્મચારીઓ વિરૂધ્ધ પગલા લેવા તાકીદ કરાઇ છે.

વઢવાણ નગરપાલિકાનો સુરેન્દ્રનગર પાલિકામાં સમાવેશ થતા ગંદકી, પાણી, વીજળી જેવા પ્રશ્નો ઘટવાને બદલે વધ્યા છે. સુરેન્દ્રનગર અને વઢવાણ નગરપાલિકા વિસ્તારમાં ઠેરઠેર કચરાના ઢગ ખડકાયા છે. ભુગર્ભગટરના પાણી રસ્તા પર વહી રહ્યા છે. કોરોના કાળમાં રોગચાળા વકરી રહ્યો છે. આ મામલે વર્ધમાન મહાનગરપાલિકા ચળવળ ગૃપ, કોંગ્રેસ પક્ષ વગેરે દ્વારા આવેદનપત્ર પાઠવી ઉપવાસ આંદોલન પણ કરાયુ હતુ. જેમાં વઢવાણ પાલિકાના પુર્વ પ્રમુખ વિક્રમ દવે, કમલેશભાઇ, જીતુભાઇ વગેરે દ્વારા વઢવાણ નાયબકલેક્ટરને સાફસફાઇની રજૂઆત કરાઇ હતી.

આ દરમિયાન વઢવાણ નાયબકલેક્ટર અનિલભાઇ ગોસ્વામીએ લાલઆંખ કરી છે. જેમાં સુરેન્દ્રનગર પાલિકાના ચિફઓફીસરને લેખિતપત્ર પાઠવીને આકરા પગલા લેવા તાકીદ કરી છે. આ પત્રમાં જણાવ્યા મુજબ સંયુક્ત રપાલિકામાં ગંકદી, કચરા વગેરે ફરીયાદ મળતા તે વિસ્તારના જવાબદાર કર્મચારીઓ વિરૂધ્ધ પગલા લઇને અમોને જાણ કરી છે.

ડોર ટુ ડોર સેવા અનિયમિત હોવાની બૂમો
સુરેન્દ્રનગર-વઢવાણ નગરપાલિકા વિસ્તારમાં ઘરેઘરે કચરો એકઠો કરવા ડોર ટુ ડોર સેવા ઉભી કરાઇ છે. જેમાં લાખો રૂપિયાના બિલો પણ બને છે. ત્યારે આ પત્રમાં ડોર ટુ ડોર સેવા અનિયમિત હોવાની ફરિયાદો ઉઠી હોવાથી સ્વીકારાયુ છે. આથી ડોર ટુ ડોર કચરો એકઠો કરવાની સેવા નિયમિત ચાલે તે માટે સુપરવિઝન રાખવાની સુચના અપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો