વઢવાણ રેલવે સ્ટેશનથી મામલતદાર કચેરી તરફનો રસ્તો બિસ્માર બની ગયો છે. ત્યારે આ રસ્તાની વચ્ચોવચ્ચ વીજ ટ્રાન્સફોર્મરથી વાહનચાલકો પરેશાન છે. આથી રસ્તાના નવિનીકરણ ઝડપથી થાય તેવી માંગ ઉઠી છે. વઢવાણ તાલુકાના 10 ગામ અને શહેરીજનો માટે રેલવે સ્ટેશન બાયપાસ રસ્તો આશિર્વાદરૂપ છે. વઢવાણ રેલવે સ્ટેશનથી વડ સુધીનો રસ્તો બિસ્માર બની ગયો છે. ભૂર્ગભ ગટરની કામગીરી છ મહિનાથી કાચબા ગતિએ ચાલતી હોવાથી વાહનચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. વઢવાણ મામલતદાર કચેરીથી રેલવે સ્ટેશન સુધી અવરજવર વધુ રહે છે.
પરંતુ ઠેર ઠેર ખોદકામને લીધે અકસ્માતો વધ્યા છે. આ રસ્તા પર લગડી જીનના નાકે વીજકંપનીનું વીજ ટ્રાન્સફોર્મર રસ્તા વચ્ચોવચ્ચ છે. આ અંગે સુરેશભાઈ, રાજભા જાદવ વગેરે જણાવ્યું કે, સુરેન્દ્રનગર-વઢવાણ નગરપાલિકાના વોર્ડ નં. 11માં આ વિસ્તારનો સમાવેશ થાય છે. મોટા ઉપાડે ચૂંટણીમાં ભૂર્ગભ ગટર કામગીરી શરૂ કરી હતી.
હાલ આ રસ્તા પર ઠેર ઠેર ખોદકામ કરતા છ મહિનાથી લોકો પરેશાન છે. આ રસ્તાનું નવિનીકરણ ઝડપથી થાય તેવી લાગણી અને માંગણી છે. આ ઉપરાંત રેલવે નાળા અને વીજ ટ્રાન્સફોર્મરની સમસ્યાના ઉકેલ જરૂરી બન્યો છે. વઢવાણ તાલુકાના 10 ગામો, વઢવાણના હજારો રહીશો માટે આ રસ્તો મહત્વનો હોવાથી નગરપાલિકા કાર્યવાહી કરે તેવી રજૂઆત છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.