સમસ્યા:સરકારી કોન્ટ્રાક્ટરોની ટેન્ડરો નહીં ભરી કામ બંધ કરવાની ચીમકી

વઢવાણ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાચું મટિરિયલ તેમજ મજૂરી સહિતના ભાવમાં વધારો થતાં કોન્ટ્રાક્ટના ભાવ વધારવા માંગ કરાઇ

સુરેન્દ્રનગર સરકારી કોન્ટ્રાક્ટરોએ કલેક્ટર કચેરીમાં લેખિત રજૂઆત કરી હતી.જેમાં હાલ કાચા મટીરીયલ અને મજુરી સહિતના ભાવમાં 30 થી 40 ટકાનો વધારો થતા કોન્ટ્રાક્ટના ભાવમાં વધારો કરવા માંગ કરાઇ હતી.અને જો તેમ નહીં કરવામાં આવેતો ટેન્ડરો ભરવાનો બહિષ્કાર કરી કામ બંધ કરવાની ચિમકી આપી હતી.

દેશમાં વધતી મોંધવારી અને ભાવવધારાથી અનેક મુશ્કેલીઓ શરૂ થઇ છે. ગુજરાતમાં સિમેન્ટ, લોખંડ, કપચી સહિતના કાચામાલની ચીજવસ્તુના ભાવોમાં અસહ્યવધારો થયો છે. આથી કોન્ટ્રાક્ટરો કોરોનાકાળમાં મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. આથી ગુજરાત સરકારી કોન્ટ્રાક્ટર એસોસીએશને બેઠક બોલાવીને ભાજપ સરકારમાં રજૂઆત કરી હતી.

આ અંગે ડિસેમ્બરમાં આવેદનપત્રો આપીને માંગણીઓ રજૂ કરી હતી. પરંતુ કોઇકાર્યવાહી સરકારે હાથ ન ધરતા ટેન્ડરો પ્રક્રિયામાં દુર કરીને બહિષ્કાર કર્યો છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કોન્ટ્રાક્ટર એસોસીએશને આ મામલે મંગળવારે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ હતુ.જેમાં દિપકભાઇ સવાણી, રાજેન્દ્રસિંહ રાઠોડ, ચંદ્રસિંહ મોરી, રૂષીરાજસિંહ ડૈયા સોલંકીભાઇ સહિત ઉપસ્થિત રહ્યા હતા

.જેમાં જણાવ્યા મુંજબ હાલ બાંધકામક્ષેત્રે બિલ્ડીંગ મટીરીયલ અને મજુરીના ભાવમાં વધારો થયો છે. જ્યારે જીએસટી,આયાતી ડામર વપરાશ સહિતના પડતર પ્રશ્નોના નિરાકરણ આવતા નથી.ત્યારે 1 જાન્યુઆરીથી રાજ્ય સંગઠનના આદેશ મુજબ તમામ સરકારી વિભાગોના ટેન્ડર પ્રક્રિયાથી અલીપ્ત રહીશુ.આ ઉપરાંત તમામ સરકારી કામો બંધ કરીશુ.અમારી માંગણી સરકાર નહીં સ્વિકારે તો વિકાસના કામો બંધ થશે અને બેકારી વધતા વિકાસ અટકી જશે.આથી માંગણીઓ પુર્ણ કરવા માંગ કરાઇ હતી.

પાલિકા, જિલ્લાપંચાયત, માર્ગમકાન સહિતનો બંધ કરાશે

કોન્ટ્રાક્ટર રૂષીરાજસિંહ ડૈયાએ જણાવ્યું હતું. કે, જિલ્લામાં હાલ 100 થી 200 વિકાસના નાના મોટા કામો ચાલુ છે.આ ભાવ વધારાના કારણે 500 કોડના કામોને અસર થાય તેમ છે. આ કામોમાં પાલિકા, જિલ્લાપંચાયત, માર્ગમકાન વગેરે વિભાગનો સરકારી કામોનો સમાવેશ થાય છે.આ ઉપરાંત રસ્તા, નાળા, પુલ, સિચાઇના કામોને અસર થશે.

અન્ય સમાચારો પણ છે...