તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:વઢવાણમાં પ્રિમોન્સૂન કામગીરી સફાઇ ઝુંબેશનો પ્રારંભ થયો

વઢવાણ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
વઢવાણમાં પ્રિમોન્સુન કામગીરી હાથ ધરાઈ. - Divya Bhaskar
વઢવાણમાં પ્રિમોન્સુન કામગીરી હાથ ધરાઈ.

વઢવાણ શહેરમાં દરચોમાસે વરસાદી પાણી જમા થાય છે ત્યારે વોર્ડનં.13માં પ્રિમોન્સુન કામગીરી હાથ ધરાઇ છે. જેમાં મોટી ગટરો ને વરસાદી પાણી નિકાલ માટે સફાઇ ઝુંબેશ શરૂ કરાઇ છે. વઢવાણ શહેરના વોર્ડનં.11,12 અને 13 માં ચોમાસાના ચાર મહિના ગંદા પાણી જમા થાય છે. જેમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા 50 હજાર રહીશો મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

આથી વોર્ડનં.13ના સદસ્ય હિતેશ્વરસિંહ મોરી, હરિલાલ સોલંકી વગેરે દ્વારા પ્રિમોન્સુન કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં ખાટકી વાસ , ભીલપરા, માલધારી ચોક, હુડકો, સતવારાપરા, નવાદરવાજા બહાર વગેરે વિસ્તારોનો સરવે કરાયો હતો. સરવે દરમિયાન મોટી ગટરો, નીચાણવાળા વિસ્તારોમાં સફાઇના અભાવે વરસાદી પાણી જમા થાય છે. આથી વિવિધ વિસ્તારો ગટરો અને ગંદા પાણીના તલાવડાની સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ પ્રિમોન્સુન કામગીરીને લીધે ગંદકી રોગચાળો ફેલાતો અટકશે.

અન્ય સમાચારો પણ છે...