તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મનસ્વી વર્તન:અમદાવાદ રૂટની બસમાંથી મુસાફરને અધવચ્ચે ઉતાર્યો

વઢવાણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ST કર્મીઓનું મુસાફર સાથે મનસ્વી વર્તન
  • વઢવાણના રહીશને ભર બપોરે ગેબનશાહ પીર જગ્યાએ ઉતારતાં ભાડું ખર્ચી આવ્વુ પડ્યું

સરેન્દ્રનગર-અમદાવાદની રૂટની બસના ડ્રાઇવરે વઢવાણના મુસાફરને ખરા બપોરે ગેબનશાહ પીર જગ્યાએ ઉતારી દીધો હતો. મૌખિક રજૂઆત કરવા છતાં એસટી વઢવાણ ડેપોમાં ન લાવતાં મુસાફરે નિયામક રાજકોટને રજૂઆત કરી છે.

વઢવાણ ખારવાની પોળે રહેતા રાજેશભાઈ બી.બારમેડાને ખરા બપોરે ગેબનશાહ પીર જગ્યા પર અમદાવાદ રૂટની બસના ડ્રાઇવરે અને કંડક્ટરે ઉતારી દીધા હતા. આથી ધોમધખતા તાપમાં રૂ. 50 ખર્ચીને વઢવાણ આવવું પડ્યું હતું. આ અંગે રાજેશભાઈએ સુરેન્દ્રનગર એસટી ડેપોમાં ટિકિટ સાથે રજૂઆત કરી હતી.

પરંતુ આમ છતાં કોઈ કાર્યવાહી હાથ ન ધરાતાં એસટી વિભાગના રાજકોટ નિયામકને લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેમાં અમદાવાદ- સુરેન્દ્રનગર એસટી બસના ડ્રાઇવરો, કંડક્ટરો મનસ્વી વર્તન કરતા હોવાનું જણાવ્યું હતું. સુરેન્દ્રનગર તરફથી આવતી એસટી બસો લખતરમાં હોલ્ડ કરે છે. પરંતુ વઢવાણ ડેપોમાં લાવવાના બદલે બારોબાર બસ રવાના થઈ જાય છે. આથી એસટી નિગમ દ્વારા મનસ્વી વર્તન કરતા કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો