તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મનિર્ભરતા:વઢવાણ પંથકના ખેડૂતોએ ખેતરે જવા ફાળો એકત્ર કરી જાતે રસ્તો બનાવ્યો

વઢવાણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વઢવાણના રાજપર રોડ બનાવવા માટે ખેડૂતોએ શ્રમયજ્ઞ શરૂ કરીને રસ્તો સાફ કર્યો હતો. - Divya Bhaskar
વઢવાણના રાજપર રોડ બનાવવા માટે ખેડૂતોએ શ્રમયજ્ઞ શરૂ કરીને રસ્તો સાફ કર્યો હતો.
  • રાજપર રોડ રજૂઆત બાદ તંત્રે કામ ન કરતાં ખેડૂત દીઠ 1 હજારનો ફાળો ભેગો કરાયો

વઢવાણ પંથકના ગામોને જોડતા રસ્તા બંધ હોવાથી ખેડૂતો અને ગ્રામજનો રજૂઆતો કરી રહ્યા છે.પરંતુ સરકારી તંત્રના ચલકચલાણુ સામે ખેડૂતોએ અપના હાથ જગ્ગનાથ સૂત્રને સાર્થક કર્યું છે. રાજપર રોડ પરના ખેડૂતોએ શ્રમયજ્ઞ સાથે ફાળો એકઠો કરીને રસ્તો બનાવી લીધો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ગામોને જોડતા રસ્તાઓ ન બનતા લાખો ગ્રામજનોને ફોગટ ફેરા થાય છે. વઢવાણ તાલુકામાં ગ્રામજનો ઠરાવો, રજૂઆતો કરીને થાક્યા છે.પરંતુ સરકારી તંત્રમાં ચલકચલાણુ થઇ રહ્યું છે. ત્યારે વઢવાણ-રાજપર રોડ પરના ખેડૂતો રસ્તાની માગ કરી હતી.વઢવાણ રાજપર રોડ પર ગણપતિ મંદિર સુધી ડામર પેવર રસ્તો છે. પરંતુ આગળ બાવળોના ઝૂંડને કારણે રસ્તો બંધ છે. આથી ખેડૂતોને ખેતરે જવા અને ગ્રામજનોને ફોગટ ફેરો થતો હતો.

આ અંગે સુરેન્દ્રનગર પાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં રજૂઆતો કરાઇ હતી.પરંતુ કોઇ કાર્યવાહી ન થતા ખેડૂત મહાવીરસિંહ જાદવ, નટુભાઈ દલવાડી, નવલસિંહ પરમાર, પટેલ મુકેશભાઈ વગેરે દ્વારા શ્રમદાન અને લોકફાળા માટે અભિયાન હાથ ધરાયું હતું. જેમાં ખેડૂતોના સહયોગથી પ્રથમ રસ્તો સાફ કરાયો હતો. આ માટે જેસીબી સહિતના સાધનો માટે અંદાજે 50થી વધુ ખેડૂતો દીઠ રૂ. એક હજારનો ફાળો ભેગો કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...