તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેસ્ક્યુ:વઢવાણમાં રસ્તાની બાજુમાં પીગળી ગયેલા ડામરમાં પક્ષીઓ ચોંટી ગયાં

વઢવાણ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
વઢવાણમાં રસ્તાના કામના ડામરમાં બગલો, ખીસકોલી સહિત ફસાઇ ગયા હતા. - Divya Bhaskar
વઢવાણમાં રસ્તાના કામના ડામરમાં બગલો, ખીસકોલી સહિત ફસાઇ ગયા હતા.
  • બગલા, કબૂતર, ખિસકોલી વગેરેને જીવદયાપ્રેમીઓએ બચાવ્યા

સુરેન્દ્રનગર જિલ્લામાં કાળઝાળ ગરમીમાં પશુપક્ષીઓ માટે સશહ્ય બની છે. ત્યારે કોન્ટ્રાક્ટરો રસ્તા માટે ડામર ગમે ત્યાં ઢોળી દે છે. જેમાં પક્ષીઓ ફસાઇ જતા મોતને ભેટે છે. વઢવાણજીમખાના પાસે ડામરમાં ફસાયેલા પક્ષીઓને જીવદયા પ્રેમીઓએ બચાવી લીધા હતા. ઝાલાવાડમાં હાલ આકાસમાંથી અગનગોળા વરસાવતી ગરમી પડી રહી છે. આથી લોકો બપોરે1 થી 5 ઘરોમાં જ પુરાઇ રહે છે. જ્યારે પશુ પક્ષી માટે સ્થિતિ દયનિય બની જાય છે. સુરેન્દ્રનગર-વઢવાણ-શહેરી વિસ્તારમાં ભુગર્ભ ગટર અને રસ્તાના કામો ચાલી રહ્યા છે. જેમાં ડામરનો ઉપયોગ આડેધડ પક્ષીઓમાટે ખતરો બની ગયા છે.

સુરેન્દ્રનગર-વઢવાણમાં આ રસ્તાના કામમાટે રાખેલ ડામર ગરમીમાં પીગળેલો જ રહેતા પશુ પક્ષી તેમાં ફસાઇ જાય છે. વઢવાણ જીમખાના પાસે રસ્તાના કામમાટે પડેલા ડામરમાં ખીસકોલી, બગલો, કબુતર સહિત પક્ષી ફસાઇ ગયા હતા. આથી મયંકભાઇ જોષી, રાજદિપસિંહ સહિત જીવદયા પ્રેમીઓએ મહામહેનતે તેમને બચાવી લીધા હતા. આ પક્ષીઓના પગ ડામરમાં ફસાઇ જતા કૂતરા કે બિલાડીનો આસાન શિકાર બની શકે. આ બનાવમાં ખીસકોલી અને કબુતર મોતને ભેટ્યા હતા. આથી વિકાસના કામો ભલે હાથ ધરવામાં આવે પરંતુ તેના લીધે પર્યાવરણને નુકશાન ન થાય તેનુ ધ્યાન રાખવામાં આવે તેવી મા઼ગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...