તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહત:વઢવાણમાં અંતે લોખંડની એંગલો નખાઇ : અકસ્માતનું પ્રમાણ ઘટશે

વઢવાણ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વઢવાણમાં અંતે લોખંડની એંગલો નખાઇ : અકસ્માતનું પ્રમાણ ઘટશે
 • ખાંડીપોળ-દાજીપરા વચ્ચે ભારે વાહનોની અવર જવર અટકી

વઢવાણ દાજીપરા સર્કલ પાસે લોખંડની એંગલો તુટી જતા ભારે વાહનો ખાંડીપોળ તરફ અવર જવર વધી હતી. આથી પાંચ a વિદ્યાર્થીઓ અને રહીશોને અકસ્માતનો ભય ઉભો થયો હતો. આ અંગે રજૂઆત કરવામાં આવતા તંત્રએ તાત્કાલીક લોખંડની એંગલો નાંખી દેતા રાહતની લાગણી ફેલાઇ છે.

વઢવાણ ખાંડીપોળથી દાજીપરા સર્કલ વચ્ચે પાંચ શાળાઓ આવેલી છે. જેમાં વર્ધમાન ભારતી, જવાહરશાળા, લાડકી બાઇ શાળા સહિતની હાઇસ્કુલમાં પાંચ હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આથી તંત્ર દ્વારા અકસ્માતો નિવારવા લોખંડની એંગલો જવાહરશાળા પાસે નાંખવામાં આવી હતી. પરંતુ અચાનક ટ્રક દ્વારા આ એંગલને અડફેટે લેતા લોખંડની એંગલો તુટી ગઇ હતી. આથી ડમ્પરો, ટ્રક, બસ વગેરે ભારે વાહનો પસાર થવાના શરૂ થઇ ગયા હતા.

બીજીતરફ ધર્મતળાવનો રસ્તો પહોળો કરાતા ટ્રાફિક ડાયવર્ટ કરાયો હતો. જ્યારે કોરોના મહામારીના 11 મહિના બાદ શાળાઓ ધમધમતી થઇ છે. આથી હજારો વિદ્યાર્થીઓના જાનનું જોખમ હોવાની રજૂઆત વઢવાણ મામલતદાર કચેરીમાં કરાઇ હતી. જેમાં પાંચ હજાર વિદ્યાર્થીઓના હિતને ધ્યાને લઇ તંત્ર દ્વારા તાત્કાલીક લોખંડની એંગલો નાંખવામાં આવી છે. જેના લીધે ભારે વાહનો પસાર ન થઇ શકતા હજારો વિદ્યાર્થીઓ અને વાલીઓએ રાહતની લાગણી ફેલાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો