તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુરુપૂજન રદ:વઢવાણ સ્વામિનારાયણ મંદિરની 125 વર્ષ જૂની પરંપરા તૂટશે

વઢવાણ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

વઢવાણ સ્વામિનારાયણ મંદિરે 125 વર્ષથી ગુરૂપૂર્ણિમાના દિવસે ગુરૂપૂજન થાય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારી વચ્ચે રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ ગુરૂપૂનમ કે પૂજન કાર્યક્રમ બંધ રાખ્યો છે. જોકે મંદિરના ધાર્મિક પૂજન આરતી વગેરે કાર્યક્રમ રાબેતા મુજબ થશે.

વઢવાણ સ્વામિનારાયણ મંદિરે દર ગુરૂપુર્ણીમાએ વિવિધ કાર્યક્રમોમાં ભીડ થાય છે. આથી કોરોના મહામારીને ધ્યાને લઇને 12 વર્ષથી ચાલતી ગુરૂપુજન કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો છે. વઢવાણ સ્વામિનારાયણ મંદિરના મહંત માધવેન્દ્ર પ્રસાદજી સહિત પરિવાર અને સંતો અગાઉ કોરોના પોઝિટિવ થયા હતા. સરકારી ગાઇડલાઇન મુજબ વિવિધ કાર્યક્રમો બંધ રાખવામાં આવ્યા છે.

આ અંગે ભક્ત ધનશ્યામભાઇ પટેલે જણાવ્યું કે રાજ્ય સરકારની ગાઇડલાઇન અને કોરોના સંક્રમણ અટકાવવા આ નિર્ણય લેવાયો છે. માટે મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે ધાર્મિકવિધિ ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાશે.

અન્ય સમાચારો પણ છે...