આક્રોશ / જિલ્લાના શિક્ષકોના પડતર પ્રશ્ને શિક્ષક સંઘોએ બાંયો ચડાવી, સીસીસી મુદ્દત વધારો વગેરે પ્રશ્નો નહિં ઉકેલાયતો આંદોલન

Teachers' unions have raised the issue of cost of teachers in the district, CCC extension, etc., unresolved issues.
X
Teachers' unions have raised the issue of cost of teachers in the district, CCC extension, etc., unresolved issues.

દિવ્ય ભાસ્કર

Jul 07, 2020, 04:00 AM IST

વઢવાણ. જિલ્લાના હજારો શિક્ષકોના પ્રશ્નોને વાચા આપવા શિક્ષકોના સંઘોએ બાંયો ચડાવી છે. જેમાં 4200 ગ્રેડ પે, સીસીસી મુદ્દત વધારો, ઉચ્ચતર પગાર ધોરણ વગેરે પ્રશ્નોની રજૂઆત કરાવામાં આવી છે. જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દેવાભાઇ અને મહામંત્રી ગંભીરસિંહની આગેવાનીમાં ઓનલાઇન સંકલન સભામાં પડતર પ્રશ્નોની ગહન ચર્ચા કરાઇ હતી. જ્યારે શૈક્ષિક મહાસંઘના પ્રમુખ રણછોડભાઇ કટારીયા અને બીજરાજ સિહ રાણાના અધ્યક્ષ સ્થાને 4200 ગ્રેડ પે વગેરે બાબતે બેઠક યોજાઇ હતી. જેમાં શિક્ષકોના પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો જલદ કાર્યક્રમોની ચીમકી અપાઇ છે. પ્રાથમિક શિક્ષકોને 4200 ગ્રેડ પે, સીસીસીની મુદ્દત વધારો, એચટાટના આર.આર એકમ કસોટી, હોમ લર્નિંગ પ્રશ્નોની ચર્ચા કરાઇ હતી. જ્યારે આગામી સમયમાં જિલ્લાના શિક્ષકો માટે રણનીતી તૈયાર કરાઇ હતી.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી