• Gujarati News
  • National
  • Teachers, Townspeople Active For Maintenance Of 100 year old Ladkibai School In Wadhwan

જીર્ણોધ્ધાર:વઢવાણની 100 વર્ષ પ્રાચીન લાડકીબાઈ શાળા જર્જરિત બનતાં જાળવણી માટે શિક્ષકો, નગરજનો સક્રિય બન્યા

વઢવાણ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
વઢવાણની 100 વર્ષ પુરાણી લાડકી બાઇ શાળાની જાળવણી માટે વઢવાણ વાસીઓ આયોજન કર્યું છે. - Divya Bhaskar
વઢવાણની 100 વર્ષ પુરાણી લાડકી બાઇ શાળાની જાળવણી માટે વઢવાણ વાસીઓ આયોજન કર્યું છે.
  • 30-10એ શાળામાં નગરજન સભાનું આયોજન કરવામાં આવ્યું છે

વઢવાણ શહેરમાં સાસુ વહુના સબંધને ઉજાગર કરતી લાડકીબાઈ શાળા 100 વર્ષનો ઈતિહાસ ધરાવે છે. આ ઐતિહાસિક શાળા જર્જરિત બનતા તેના જીર્ણોધ્ધાર માટે શાળા પરિવાર અને વઢવાણવાસીઓ સક્રિય બન્યા છે. જેમાં આગામી સપ્તાહમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ શિક્ષકો અને નગરજનોની બેઠક યોજાનાર છે.

વઢવાણ નગરમાં આઝાદી પહેલા સૌ પ્રથમ કન્યા કેળવણીની પહેલ થઇ હતી. વઢવાણ ખાંડી પોળ ખાતે તા.15 ડીસેમ્બર 1920ના રોજ સ્થાપના થઇ હતી. આ શાળા સાસુ વહુના સબંધને ઉજાગર કરતી લાડકીબાઈ શાળા નામ આપવામાં આવ્યું હતું. રાજ મહેલ યાદ અપાવતી ભવ્ય ઈમારત આજે પણ અડીખમ ઊભી છે. જેમાં શિક્ષણ માટે 14 રૂમો 1500થી વધુ બાળકોને 100 જેટલા શિક્ષકો શિક્ષણ આપતા હતાં. જ્યારે 10 જેટલા પટાવાળા બાળકો અને શાળાની દેખરેખ રાખવા ખડે પગે તૈયાર રહેતા હતાં.

પરંતુ ભૂકંપમાં અનેક શાળાઓ જર્જરિત થઇ હતી. જેમાં દરબાર ગઢની શાળા નં.6 બારી રોડ પરની શાળા નં.9 શાક માર્કેટ પાસે આવેલી શાળા નં.8 ગુજરાતી શાળા નં.4 આ મેદાનમાં કાર્યરત થઇ હતી. આ તમામ શાળાઓ ક્રમશઃ બંધ કરી લાડકીબાઈ શાળામાં વિલીનીકરણ કરવામાં આવ્યું છે. હાલ વઢવાણ શહેરના 50,000 હાજરથી વધુ વિદ્યાર્થીઓના નામો શાળાના રેકર્ડ નોંધાયેલ છે. પરંતુ 100 વર્ષ પ્રાચીન આ શાળાની ઈમારત જર્જરિત બની ગઈ છે. આથી શાળાના શિક્ષકો અને નગરજનોએ વિરાસત સાચવવા માટે સક્રિય બન્યા છે. વઢવાણ લાડકીબાઈ શાળામાં તા.30/10/2021ને શનિવારના રોજ સાંજે નગરજન સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠક માટે વઢવાણ સ્વામીનારાયણ મંદિરના આચાર્ય માંધાવેન્દ્રપ્રસાદજીના આશીર્વાદ સાથે અતિથિવિશેષ પદે પ્રસિધ્ધ હાસ્યકલાકાર શ્રી જગદીશભાઈ ત્રિવેદી માર્ગદર્શન આપવા ઉપસ્થિત રહેશે. આ તકે શાળાના જીર્ણોધ્ધાર અંતર્ગત 14 રૂમો પ્રાર્થનાહોલ, કમ્પાઉન્ડવોલ, ચબુતરો પ્રવેશદ્વાર, પાણીની પરબ, પુસ્તકાલય, કમ્પ્યુટર રૂમ, પ્રયોગશાળા રૂમ, રમત ગમત, બગીચો સહિતના પ્રોજેક્ટ રજૂ કરશે.

અન્ય સમાચારો પણ છે...