આક્રોશ / 4200 ગ્રેડ પે માટે શિક્ષકોનું આંદોલનઃ જિલ્લાના 2000 શિક્ષકોને 10,000ની નુકસાનીની રજૂઆત

Teachers' agitation for 4200 grade pay: Representation of loss of Rs. 10,000 to 2000 teachers of the district
X
Teachers' agitation for 4200 grade pay: Representation of loss of Rs. 10,000 to 2000 teachers of the district

  • અમારી પાસેથી છીનવેલો હક પરત આપવામાં આવે : પ્રદેશ મંત્રી

દિવ્ય ભાસ્કર

Jul 08, 2020, 04:00 AM IST

વઢવાણ. સુરેન્દ્રનગર જિલ્લામાં 4200 ગ્રેડ પે આંદોલન ગતી પકડી રહ્યુ છે. જેમાં 65000 શિક્ષકોને ન્યાય અપાવવા માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે સાંસદને આવેદનપત્ર પાઠવ્યુ હતુ. જેમાં હજારો શિક્ષકોને રૂ.10 હજારની નુકશાની જતી હોવાની રજૂઆત કરવામાં આવી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં 2010 પછી આશરે 2000 જેટલા શિક્ષકો કાર્યરત છે. જેઓને 4200ને બદલે 2800 ગ્રેડ પે કરી નંખાયો છે. આથી શિક્ષકોમાં ભારે રોષ ફેલાતા પ્રાથમિક શૈક્ષીક મહાસંઘ ગુજરાત હાલમાં 4200 ગ્રેડ પે ઘટાડા મુદ્દે સોશિયલ મીડિયામાં ઓનલાઈન આંદોલન ચલાવી રહ્યું છે. જેના ભાગરૂપે  તા-7-7-2020 ને મંગળવારે સુરેન્દ્રનગર જિલ્લાનાં સાંસદ ડો.મહેન્દ્ર મુંજપરાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ. જેમાં પ્રાથમિક શાળાનાં 2010માં નિમણુંક પામેલા શિક્ષકોને જ્યારે પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ સમયે 4200 ગ્રેડ પેને બદલે ઘટાડી 2800 ગ્રેડ પે કરવામાં આવ્યો છે તે પુન: આપવામાં આવે તે બાબતે ઉગ્રરજૂઆત કરવામાં આવી હતી.

જેમાં ઉપાધ્યક્ષ અનિલભાઈ મકવાણાએ જણાવ્યું કે 4200 ગ્રેડ પે અમારો અધિકાર છે તે મેળવીને જ જપીશું જયારે પ્રદેશ મંત્રી બ્રિજરાજસિંહ રાણાએ 4200 ગ્રેડ પે એ પગાર વધારાની માંગણી નથી એ અમારી પાસેથી છીનવી લીધેલો હક છે. જે પરત આપવામાં આવે, જિગનેશભાઇ આલે સમાન કામ સમાન પગાર મળવો જોઈએ  જ્યારે જિલ્લા પ્રમુખ રણછોડભાઈ કટારીયાએ કહ્યું કે ઉપરોક્ત શિક્ષકો ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવે છે અને આ તમામ શિક્ષકો નિષ્ઠાપૂર્વક કામગીરી કરી રહ્યા છે. પરંતુ આ નિર્ણય થી શિક્ષકોમાં નિરાશાજનક સ્થિતિ સર્જાઈ છે. વર્ષ 2009 માં લાગેલાને 4200 ગ્રેડ પે અને વર્ષ 2010 નિમણુંક વાળાને 2800 ગ્રેડ પે જેની અસર રાજ્યમાં 56000 હજાર વધુ શિક્ષકોને થશે જેમાં દરેક શિક્ષક ને મહિને 8 થી 10 હજારનું આર્થિક નુકસાન થશે  આથી સદર અર્થઘટન રદ્દ કરી પુન: 4200 ગ્રેડ પે આપવામાં આવે નહિ તો આગામી સમયમાં ગાંધી ચીંધ્યા માર્ગે અસહકારની લડત આપવામાં આવશે. ડો. મુંજપરાએ વચન આપ્યું કે તમારી રજુઆત મુખ્યમંત્રી, નાણાં મંત્રી અને શિક્ષણ મંત્રી સુધી પહોંચી જશે આ તકે જતિન પટેલ, વિક્રમ ભાઇ, હેતલબેન, ભગીરથ  રાવલ  સહિતના શિક્ષકો હાજર રહયા હતા.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી