આક્રોશ / વર્ધમાન મહાનગરપાલિકા કરવાની માંગ સાથે પ્રાંતઅધિકારીને રજૂઆત

Submission to the provincial officer with a demand to make Vardhman a corporation
X
Submission to the provincial officer with a demand to make Vardhman a corporation

  • પાલિકાના નામકરણ સામે વઢવાણમાં વિરોધનો વંટોળ
  • હિતોને નજરઅંદાજ કરાશે તો આંદોલન: સ્થાનિકોની ચીમકી

દિવ્ય ભાસ્કર

Jul 07, 2020, 04:00 AM IST

વઢવાણ. સુરેન્દ્રનગર-વઢવાણ નગરપાલિકાને સંયુક્ત કરાતા વઢવાણ અને સુરેન્દ્રનગર પાલિકાના તમામ સદસ્યોને ઘર ભેગા કરી વહિવટદારની નિમણુંક કરાઇ છે. ત્યારે હવે વઢવાણમાં માત્ર વર્ધમાન મહાનગરપાલિકા બનાવવાની માંગ સાથે વિરોધનો વંટોળ ઉભો થયો છે. જેમાં વર્ધમાનનગર પાલિકા ચળવળના નેજા હેઠળ પ્રમુખ વિક્રમ દવે દ્વારા આવેદનપત્ર પાઠવાયુ છે. જેમાં પ્રાંતઅધિકારી અનિલ ગોસ્વામીને આપેલ આવેદનપત્રમાં મુખ્યમંત્રીને સંબોધી રજૂઆત કરાઇ છે. જેમાં જણાવ્યા પ્રમાણે વઢવાણ શહેર 2500 વર્ષ પ્રાચીન ગૌરવપુર્ણ ઇતિહાસ ધરાવે છે. હાલ વર્ધમાન મહાવિર સ્વામિના પગલા, અડીખમ ગઢ, દરવાજા ધરાવતુ વઢવાણ શહેરના રેવન્યુ સર્વે નંબરો પર જ સુરેન્દ્રનગર ઉભુ છે. ત્યારે જો વિકાસ કરવો હોય તો વર્ધમાન મહાનગરપાલિકા કરવુ જોઇએ. આમ છતા વઢવાણના હિતોને જો નજર અંદાજ કરવામાં આવશે તો આંદોલાત્મક કાર્યક્રમો કે પગલા લેવાની ફરજ પડશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી