તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાશકારો:વઢવાણમાં ગટરના પાણીના નિકાલથી લોકોમાં હાશકારો

વઢવાણ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વોર્ડ નં.13માં પાલિકાની કામગીરી શરૂ
 • બાંધણીના કેમિકલયુક્ત પાણી અને કચરો આવતા ગટરો ભરાઇ જાય છે : સ્થાનિકો

વઢવાણના વોર્ડ નં. 13ના અમુક વિસ્તારોમાં ગટરોના ગંદા પાણી જમા થતા રોગચાળાનો ભય હતો. આથી સુધરાઇ સદસ્યો, પાલિકાની ટીમે ગંદા પાણીનો નિકાલ કરાવી સાફસફાઇ કરાવતા રહીશોએ રાહતની લાગણી વ્યક્ત કરી હતી.

વઢવાણમાં કરોડોના ખર્ચે ભૂગર્ભ ગટર નાંખવામાં આવી છે. આમ છતાં ગંદા પાણી રસ્તા પર વહેતા રોગચાળાનો ભય ઉભો થાય છે. માલધારી ચોક આસપાસના વિસ્તારોમાં આ સમસ્યા દૂર કરવા સદસ્ય પાલિકાની ટીમ સાથે દોડી આવ્યા હતા. જેમાં હાથીની ખાણ, માલધારી વિસ્તારમાં ગટરોના ગંદા પાણીનો નિકાલ કરાવાયો હતો. આ ઉપરાંત સાફ સફાઇ પણ કરાઇ હતી.

આ અંગે સુધરાઇ સદસ્ય હિતેશ્વરસિંહ મોરીએ જણાવ્યુ કે, વિસ્તારમાં બાંધણીના કેમીકલયુક્ત પાણી અને કચરો આવતા ગટરો ભરાઇ જાય છે. અમો ખુદ 12 વખત આ ગટરના ગંદા પાણીની સફાઇ કરાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો