તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:વઢવાણમાં ગોડાઉન, દુકાનમાંથી બાયોડીઝલનું વેચાણ ઝડપાયું

વઢવાણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વઢવાણમાંથી ગેરકાયદે બાયોડીઝલનો જથ્થો સીઝ કરાયો હતો. - Divya Bhaskar
વઢવાણમાંથી ગેરકાયદે બાયોડીઝલનો જથ્થો સીઝ કરાયો હતો.
  • વાહન સાથે રૂ. 5.50 લાખનો જથ્થો સીઝ કરાયો

વઢવાણ શહેરમાં બાયોડીઝલનું અનઅધિકૃત વેચાણ વધ્યુ છે. ત્યારે તંત્ર દ્વારા લાલ આંખ કરી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં દુકાન અને ગોડાઉનમાં તપાસ કરતા રૂ.5.50 લાખથી વધુ જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં પેટ્રોલ ડીઝલના ભાવો વધતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. જ્યારે બાયોડીઝલનો વપરાશ શરૂ થયો છે. આથી સુરેન્દ્રનગર, વઢવાણ સહિત શહેરી વિસ્તારોમાં બાયોડિઝલનું અનઅધિકૃત વેચાણ વધ્યું છે.

ત્યારે વઢવાણ મામલતદાર અને નાયબ કલેક્ટર ટીમે વોચ ગોઠવી હતી. જેમાં વઢવાણ સુરેન્દ્રનગર મુખ્ય માર્ગો પર બાયોડીઝલનું અનઅધિકૃત વેચાણ ધ્યાને આવ્યું હતું. આથી નાયબ કલેક્ટર અનિરૂધ્ધભાઇ ગોસ્વામી, મામલતદાર જી.ડી.બરોલીયા, અનિરૂધ્ધસિંહ લકુમ સહિત ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં દુકાન અને ગોડાઉનમાંથી બાયોડીઝલનું અનઅધિકૃત વેચાણ પકડાયંુ હતું. જેમાં વાહન સાથે આશરે રૂ.5,57,150નો જથ્થો સીઝ કરાયો હતો. આગામી સમયમાં વઢવાણમાં બાયોડીઝલ વેચાણ સામે વોચ ગોઠવી દરોડાની ચીમકી અપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...