નિર્ણય / સુરસાગર ડેરી પશુપાલકોને રૂ.88.72 કરોડ ચુકવાશે

Rs 88.72 crore will be paid to Surasagar Dairy pastoralists
X
Rs 88.72 crore will be paid to Surasagar Dairy pastoralists

દિવ્ય ભાસ્કર

Jul 02, 2020, 04:00 AM IST

વઢવાણ. સુરસાગર ડેરી પશુપાલકોને વ્હારે આવી છે. જેમાં 2019-20ના વર્ષ માટે રૂ.88.72 કરોડ દુધ ભાવ ચુકવવાનું નક્કી કરાયુ છે. આથી જિલ્લાભરની 743 દુધ મંડળીઓના હજારો પશુપાલકોના બેંક ખાતામાં આજથી પેમેન્ટ ચુકવવાનું ચાલુ કરાયુ છે. ડેરીના ચેરમેન બાબાભાઇ ભરવાડે જણાવ્યું કે કોરોના મહામારીને લીધે પશુપાલનક્ષેત્રે પણ આર્થિક નુકશાન પહોંચ્યુ છે ત્યારે સુરસાગર ડેરી પશુપાલકોની વ્હારે આવી છે. જેમાં નિયામક મંડળ દ્વારા સને 2019-20ના વર્ષ માટે રૂ.88.72 કરોડ ચુકવવા નિર્ણય કર્યો છે. જે પ્રતિકીલોફેટે રૂ.82.58 થાય છે. જે અગાઉના વર્ષની સરખામણીએ 26 ટકા વધારે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી