તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:વઢવાણ-મુળી તાલુકાનાં ગામોને જોડતા રસ્તા બિસમાર

વઢવાણ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

વઢવાણ અને મૂળી તાલુકાના રસ્તાઓ બિસ્માર બન્યા છે. આથી ખોલડિયાદ, મુંજપર, રાજપરને જોડતો ત્રણ કિ.મીના રસ્તા પરથી પસાર થવામાં મુશ્કેલ બન્યું છે. આથી આ રસ્તાનું કામ ઝડપી પુર્ણ કરવા માંગ ઉઠી છે.

વઢવાણ અને મૂળી તાલુકાના ગામોને જોડતા રસ્તાઓ નવા બનાવવાની માંગ ઉઠી હતી. જેમાં ફુલગ્રામ, નળીયા, ખોલડિયાદ,મુંજપર, જશાપર, રામપરા ગામોની સીમ જમીન નજીક નજીક આવેલી છે. આ ઉપરાંત આ ગામોની ત્રીભેટે હનુમાનજી મંદિરથી રસ્તાઓ જોડે છે. ત્યારે આશરે ત્રણ કિ.મીનો રસ્તો નવો બનાવવાની કામગીરી છ મહિનાથી ચાલે છે. પરંતુ રસ્તા પર કપચી પાથર્યા બાદ ડામર પેવર ન થતા મુશ્કેલી વધી છે. આ અંગે જશુભા પરમાર, રણજીતસિંહ પટેલ, નિલેશભાઇ વગેરેએ જણાવ્યુ કે લીંબડી, મુંજપર, ખોલડીયાદ, રામપરા, જશાપર વગેરે ગામોને જોડતા રસ્તાઓ ચોમાસામાં બંધ થઇ જાય છે. ત્યારે આ બિસ્માર રસ્તાઓનુ નવિનીકરણ ઝડપી પુર્ણ કરવુ જોઇએ આશરે 5000થી વધુ લોકોને અવરજવર કરવામાં પરેશાની વેઠવી પડે છે. ત્યારે આ ગામડાઓની હાલાકી ધ્યાને લઇ કામગીરી યુધ્ધના ધોરણે કરવા લાગણીઅને માંગણી છે.

અન્ય સમાચારો પણ છે...