તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:વઢવાણના ગણપતિ ફાટક બાયપાસ બિસ્માર રોડ પર રિપેરીંગ કામ હાથ ધરાયું

વઢવાણ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

વઢવાણમાં રાત-દિવસ વાહનોથી ધમધમતા ગણપતિ ફાટક બાયપાસ રોડ પર અનેક ખાડાઓ તેમજ રસ્તામાંથી લોખંડના સળીયા બહાર નીકળી જવાથી વાહનચાલકો પડી જવાના બનાવો બન્યા હતા. આ બાબતે લોકો તેમજ વાહનચાલકોએ રોડ રિપેરીંગની માંગ કરવામાં આવી હતી. આ અંગેનો અહેવાલ પણ પ્રસિધ્ધ થયો હતો. જે બાબતની ગંભીરતા લઇને તંત્ર દ્વારા રસ્તાના ખાડાઓ બૂરવાની સાથે દેખાતા લોખંડના સળીયાઓને ઢાંકવામાં આવતા લોકોએ રાહતનો દમ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...