તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નોટિસ:વિવાદિત ઝાલાવાડ જીનિંગ સરકારી મંડળીને રજિસ્ટ્રારની નોટિસ

વઢવાણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મંડળી પુન: જીવિત અને જમીન ખરીદીની વિગતો મગાતા તંત્રમાં દોડધામ મચી

ઝાલાવાડ જીનિંગ સહકારી મંડળી 25 વર્ષબાદ ફડચામાં હોવા છતાં પુન:જીવીત કરીને કરોડોના કૌભાંડે વિવાદ જગાવ્યો છે.આ મામલે જિલ્લા રજિસ્ટ્રારે વિવાદ જગાવ્યો છે. આ મામલે રજિસ્ટ્રારે મંડળીના પ્રમુખ, મેનેજરને નોટિસ પાઠવી છે. જેના 7 મુદાની માહિતી મોકલવા આદેશ કરતા દોડધામ મચી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં સહકારીક્ષેત્રે વઢવાણ માર્કેટિંગ યાર્ડ બાદ આવતી ઝાલાવાડ જીનિંગ સહકારી મંડળી પણ વિવાદમાં સપડાઇ છે. ઝાલાવાડ જીનિંગ એન્ડ પ્રેશિંગ સહકારી મંડળીના 70 કરોડથી વધુની બજાર વેલ્યુ ધરાવતી મિલકતો છે.આ મંડળી 25 વર્ષ પહેલા ફડચામાં ગઇ હતી. કોરોનામાં મંડળી સભાસદોને અંધારામાં રાખી પુન:જીવીત કરાઇ હતી. ત્યારબાદ દેદાદરા ગામ પાસે જંત્રી કરતા ઉચા ભાવે જમીન ખરીદી કર્યાનું બહાર આવ્યું છે. કરોડો રૂપિયાના કૌભાંડ બાબતે ભાજપનું એક જૂથ મેદાને આવ્યું છે. આ મામલો પ્રદેશ ભાજપ અને કમલમ કાર્યાલય સુધી પહોંચ્યો છે. વસ્તડીના સભાસદ વજુભાઇ ગોહિલે માહિતી એક્ટ મુજબ માહિતી માગી હતી. પરંતુ હજુ સુધી માહિતી મંડળીના સંચાલકોએ ન આપ્યાનું ખુલ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લા રજિસ્ટ્રારે મંડળીના પ્રમુખ, મેનેજરને નોટિસ પાઠવી છે. જેમાં ફડચામાંથી પુન:જીવીત કરવાના મામલે 7 મુદ્દાની વિગતો પણ માંગતા તંત્રમાં દોડધામ મચી છે.

અન્ય સમાચારો પણ છે...