તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વીજપુરવઠો ગુલ:ભોગાવો નદીમાં વીજવાયર તુટીને પડતા દોડધામ, વીજકર્મીઓએ જીવના જોખમે રીપેરિંગ કરી પુરવઠો પુર્વવત કર્યો

વઢવાણ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 11 કે.વી ગંગાવાવ ફિડરનો વીજવાયર તુટતા વીજટીમ દોડતી થઇ

વઢવાણ 11 કે.વી ગંગાવાવ ફિડરનો વીજવાયર તુટીને ભોગાવો નદીમાં ગરકાવ થયો હતો. આથી વીજપુરવઠો ગુલ થતા ઉનાળાના પ્રારંભે શહેરીજનો આકુળ વ્યાકુળ થયા હતા. બીજીતરફ વીજકર્મીઓએ જાનના જોખમે ભોગાવો નદીમાંથી વીજવાયર કાઢીને લઇને વીજપુરવઠો પર્વવત કરતા દુર્ધટના અટકી હતી.

વઢવાણ શહેરમાં ઉનાળાના પ્રારંભે વીજપુરવઠાનો વપરાશ વધ્યો છે. ગરમી વધતા શહેરીજનોએ વીજઉપકરણોનો ઉપયોગ શરૂ કર્યો છે. ત્યારે શુક્રવારે વીજપુરવઠો અચાનક ગુલ થઇ ગયો હતો. આથી વીજકંપનીના નાયબ ઇજનેર પ્રજાપતી અને ઝાલા બહેને વીજકર્મીઓને તપાસ માટે સુચના આપી હતી.જેમાં ધીરૂભાઇ, નિર્મળસિંહ જાદવ, કઠવાડીયાભાઇ, ખોખરભાઇ, વાણીયાભાઇ વગેરે કર્મીઓ દોડ્યા હતા. ત્યારે 11 કે.વી ગંગાવાવ ફીડરનો વીજવાયર ભોગાવો નદીમાં તુટીને ગરકાવ થયાનું ધ્યાને આવ્યુ હતુ.

આથી તાત્કાલીક દુર્ધટના અટકાવવા માટે વીજકર્મીઓએ જાનના જોખમે વીજવાયરને નદીમાંથી બહાર કાઠ્યો હતો. ત્યારબાદ વીજથાંભલાઓ સાથે પુન:જોડાણ પણ કર્યુ હતુ.બીજીતરફ વીજપુરવઠો ગુલ થતા ઉનાળાના પ્રારંભે શહેરીજનો આકુળ વ્યાકુળ બની ગયા હતા. પરંતુ વીજકર્મીઓએ વીજપુરવઠો પુર્વવત કરતા રાહતની લાગણી ફેલાઇ હતી. વઢવાણ ભોગાવા નદીમાં વીજવાયર ખાબકતા વીજશોકની મોટી દુર્ઘટના થાય તેમ હતી. પરંતુ વઢવાણ પીજીવીસીએલના અધિકારીઓ અને ટીમે જીવના જોખમે વીજવાયર બહાર કાઢતા દુર્ઘટના ટળતા રાહતની લાગણી ફેલાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...