ફૂડ ફેસ્ટિવલનું આયોજન:વઢવાણમાં જૂની અને પ્રાચીન વાનગી જાણવા અને માણવા લોકો ઊમટ્યા

વઢવાણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
શિયાળામાં આહાર, આરોગ્ય મેળો આકર્ષણરૂપ બન્યો. - Divya Bhaskar
શિયાળામાં આહાર, આરોગ્ય મેળો આકર્ષણરૂપ બન્યો.
  • સર્વોદય સ્વાલંબન મહિલા મંડળ દ્વારા ફૂડ ફેસ્ટિવલનું આયોજન

વઢવાણ-સુરેન્દ્રનગર રોડ પર શિયાળામાં આરોગ્ય અને આહાર મેળાનો પ્રારંભ થઇ ગયો છે. જેમાં ઝાલાવાડ -સૌરાષ્ટ્ર અને ગોહિલવાડની જૂની અને પ્રાચીન વાનગી જાણવા અને માણવા લોકો આવી રહ્યાં છે. શિયાળામાં પહેલુ સુખ તે જાતે નર્યા એ કહેવતને સાર્થક કરવા સર્વોદય સ્વાલંબન મહિલા મંડળ દ્વારા ફૂડ ફેસ્ટિવલનું તા. 17 થી 19 ડિસેમ્બર દરમિયાન આયોજન કરાયું છે. જેમાં ખેડૂતહાટ, ફ્રૂટ સ્ટોલ, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાનાર છે. આ આરોગ્ય મેળામાં ઉંબાડિયા, જુવાર, મકાઈના રોટલા, મહિકાના પુડલા, મોદડની ભાજીના મુંઠિયા, ભૈડકુ, રાગીના ઢોકળા, મશરૂમના ભજિયા, પરોઠા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

આ અંગે તૃપ્તિબેન આચાર્યએ જણાવ્યું કે, વિશ્વભરમાં ચાલતી જૈવિ વિવિધતા બાયો ડાયવસિર્ટી બચાવો ઝુંબેશના ભાગરૂપે ખેતી-ખેડૂત, પોષણ આહાર એ દિશા એક ડગલું છે. 17થી 19 ડિસેમ્બર સુધી દરબાર બોર્ડિંગ, ડેરી સર્કલ પાસે વઢવાણ ખાતે દરરોજ સવારથી રાત્રિ સુધી આહાર-આરોગ્ય મેળો રહેશે. જેમાં શાકભાજીના રોપા, શુદ્ધ દૂધ તેલ સાથે માટીના વાસણો, ખેતી, ઔષધીઓ આકર્ષણ જણાવ્યું છે. ઉપરાંત અનાજ, કઠોળ, મરી-મસાલાની અસલ ઓળખ પણ આપવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...