તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:ગણપતિ ફાટસરની સંવિધાન સોસાયટી સુધીનો રસ્તો ન હોવાથી લોકોને મુશ્કેલી

વઢવાણ8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આ માર્ગે 108 અને શબવાહિની પણ પહોંચી શકતી ન હોવાથી હાલાકી સુરેન્દ્રનગર પાલિકા કાર્યવાહી નહીં કરે તો રહીશોએ આંદોલનની ચીમકી

વઢવાણ ગણપતિ ફાટસરની સંવિધાન સોસાયટી સુધીનો રસ્તો જ હોવાથી અનેક મુશ્કેલીઓ પડી રહી છે. ત્યારે એક મહિલાની તબીયત લથડતા 108 પણ ખરાબ રસ્તાને લીધે પહોંચી શકી ન હતી. જ્યારે મહિલાના મોતનો મલાજો જાળવવા શબવાહીની પણ પહોંચી ન શકતા રહીશોમાં પાલિકા સામે ભારે રોષ ફેલાયો હતો.

સુરેન્દ્રનગર પાલિકામાં વઢવાણ પાલિકાનો સમાવેશ કરી સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ સંયુક્ત નગરપાલિકા બનાવવામાં આવી છે. પરંતુ સમાવેશ બાદ સમસ્યા ઘટવાના બદલે વધી છે.જેનો તાર્દશ નમુનો વઢવાણના ગણપતિ ફાટસર વિસ્તારની સંવિધાન સોસાયટી સુધીનો રસ્તો જ નથી. રહીશોએ જાતે બનાવેલા રસ્તા પર 108 વાન અને શબવાહિની પહોંચી ન શકતા સુરેન્દ્રનગર પાલિકાના વિકાસનો પરપોટો ફુટી ગયો હતો. વઢવાણ ઘરશાળા સામે રેલ્વે લાઇન ક્રોસ કરીને અનેક સોસાયટીઓ બની રહી છે. જેમાં રસ્તા, પાણી, વિજળી જેવી પ્રાથમિક સુવિધા જ નથી. આથી દર ચોમાસે આ વિસ્તારના હજારો રહીશોને ઘરમાં પુરાઇ જવુ પડે છે. જ્યારે ઉનાળામાં રસ્તાના અભાવે રહીશોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે.

આ સંવિધાન સોસાયટીમાં રહેતા હંસાબેન દિનેશભાઇ મકવાણાની તબીયત લથડતા 108 વાનને ફોન કરાતા 10 મિનીટમાં આવી હતી. પરંતુ સંવિધાન સોસાયટી સુધી રસ્તો ન હોવાથી અડધો કિ.મી દુર સુધી પહોંચી હતી. જેમાં એક સ્કુટરમાં 108ના કર્મીને દર્દી સુધી લઇ જવામાં આવ્યા હતા. પરંતુ હંસાબેનનું ત્યાં સુધીમાં મૃત્યુ થયુ હતુ. ત્યારબાદ શબવાહીનીની પણ 108 જેવી સ્થિતિ થતા સર્જાતા પરિવારજનો ઉચકીને શબવાહિની સુધી લઇ નવા પડ્યા હતા. આ અંગે નિતીનભાઇ પરમાર, હર્ષદ કાપડીયા, રાજેન્દ્રસિંહ જાદવ વગેરે સુરેન્દ્રનગર પાલિકા સામે આક્રોશ ઠાલવીને રસ્તો ઝડપી બનાવવાની માંગ કરી હતી. જ્યારે કોંગ્રેસપક્ષના કમલેશ કોટેચા, રોહિત પટેલ વગેરે ઘટના સ્થળે દોડી જઇને સુરેન્દ્રનગર પાલિકા સામે આંદોલનની ચિમકી આપી હતી. ત્યારે સુરેન્દ્રનગર પાલિકા તાત્કાલીક રસ્તો નહીં બનાવે તો ચોમાસુ હજારો રહીશો માટે દોઝખબની જાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો