હાલાકી / ખોલડીયાદ-મુંજપર વચ્ચેનો કોઝવે તૂટી જતાં લોકો પરેશાન

People are disturbed as the causeway between Kholdiyad-Munjpar collapses
X
People are disturbed as the causeway between Kholdiyad-Munjpar collapses

  • 10 જેટલાં ગામોના ખેડૂતોને ખેતરે જવામાં હાલાકી

દિવ્ય ભાસ્કર

Jul 10, 2020, 04:00 AM IST

વઢવાણ. વઢવાણ તાલુકાના ખોલડીયાદ-મુંજપર વચ્ચે અનેક કોઝવે તુટી ગયા છે. આથી આ રસ્તે પસાર થતા ખેડૂતો અને વાહનચાલકો પરેશાનીમાં મુકાયા છે.

આ બિસ્માર રસ્તા અને કોઝવેને લીધે હાલાકી થાય છે

વઢવાણ તાલુકાના ખોલડિયાદ, રામપરા, ચાણપર, લીંબલી અને મુંજપર ગામોની સીમ નજીક આવેલી છે. આ ગામોને જોડતો રસ્તો બનાવાયો છે જેમાં ગામની ત્રિભેટે આવેલ હનુમાનજી મંદિરથી આગળ કોઝવે તુટી ગયો છે. આ અંગે નિલેશભાઇ પટેલ, કિશોરભાઇ વગેરેએ જણાવ્યુ કે આ હનુમાનજી મંદિર પાસે ત્રણ ગામો ભેગા થાય છે. જેમાં મૂળી અને વઢવાણ તાલુકાના 11 જેટલા ગામોના લોકોની અવર જવર આ રસ્તા પરથી છે. આ બિસ્માર રસ્તા અને કોઝવેને લીધે હાલાકી થાય છે. ચોમાસામાં આ રસ્તો પાણી ભરતા બંધ થઇ જાય છે. આથી ગ્રામજનોને ફોગટ ફેરો અને 10 જેટલા ગામોના ખેડૂતોને ખેતરે જવામાં હાલાકીનો સામનો કરવો પડે છે. આથી આ બિસ્માર રસ્તા અને કોઝવેના નવિનીકરણની માંગ છે. આ ઉપરાંત આ રસ્તો પહોળો થાય તો જશાપર, રામપરા, ચાણપર, મુંજપર, ખોલડીયાદ અને લીમલી ગામને ફાયદો થાય તેમ છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી