તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહતદરે સારવાર:સુરેન્દ્રનગરમાં પાટીદાર કોવિડ સેન્ટર શરૂ, દર્દીઓની મોનિટરિંગ સિસ્ટમ પણ ગોઠવાઈ

વઢવાણ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગર સરદાર પટેલ સ્કૂલ ખાતે પાટીદાર સમાજે કોવિડ કેર સેન્ટર ઊભુ કર્યું. - Divya Bhaskar
સુરેન્દ્રનગર સરદાર પટેલ સ્કૂલ ખાતે પાટીદાર સમાજે કોવિડ કેર સેન્ટર ઊભુ કર્યું.
 • 100થી વધુ દર્દીઓ સાજા થયા : આર્મી અને લોકલ આર્મીના પરિવારજનોને પણ સારવાર અપાશે

સુરેન્દ્રનગર સરદાર પટેલ સ્કૂલ ખાતે પાટીદાર સમાજે પેસન્ટ મોનિટરિંગ ડિજિટલ સિસ્ટમ સાથે રહેવા જમવાની સુવિધા પણ કરાઇ છે. સૌથી વધુ 100 દર્દીઓને સારવાર કરી રજા અપાઇ છે.આર્મી અને એક્સ આર્મીના પરિવારજનોને પણ આ સેન્ટરમાં રાહતદરે સારવાર ચાલુ કરાઇ છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં કડવા પાટીદાર અને લેઉઆ પાટીદાર સમાજે ન્યૂ એસપી સ્કૂલ ખાતે કોવિડ સેન્ટર ઊભુ કર્યું છે. જેમાં હિતેષભાઇ નાયકપરા, આકાશ પટેલ, વસંતભાઇ પટેલ, વિરેન્દ્રભાઇ આરોજોલિયા વગેરે યુવાન ટીમે વ્યવસ્થા માટે દોડધામ કરી હતી. ઉમિયા મંદિરના આર.જી.પટેલ, જેરામભાઇ, ડો.વિમલભાઇ, ઉપેન પટેલ, આવેશભાઇ, સચીનભાઇ, ચંદ્રેશભાઇ દ્વારા ઓક્સિજન, મેડીકલ ટીમ, રહેવા જમવાની વ્યવસ્થા ગોઠવાઇ હતી.

આ કોવિડ સેન્ટરમાં મેડીકલ ટીમે દરેક બેડે વારંવાર ન જવું પડે માટે પેસન્ટ મોનિટરિંગ ડિજિટલ સિસ્ટમ ગોઠવાઇ છે. જેમાં દર્દીના તમામ રિપોર્ટ કમ્પ્યૂટર પર દેખાય છે. જેમાં દર્દીના તમામ રિપોર્ટ કમ્પ્યૂટર પર દેખાય છે. આ કોવિડ સેન્ટરમાં લેઉઆ પટેલ બોર્ડિગ દ્વારા ટિફિન સેવા અને ખાખરિયા સમાજ લીંબુ શરબતની સેવા આપે છે. આકાશભાઇ પટેલે જણાવ્યું કે અત્યાર સુધીમાં 100 દર્દીઓ સાજા થઇ ગાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો