તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોષ:સુરેન્દ્રનગરની ખાનગી શાળામાં પુસ્તકો સહિતની સામગ્રી ફરજિયાત શાળામાંથી લેવાના આગ્રહથી રોષ

વઢવાણ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લામાં પાઠ્યપુસ્તકોની સમસ્યા સર્જાઇ છે. ત્યારે ખાનગી શાળાઓ બાળકોના પાઠ્યપુસ્તક સહિત સામગ્રી શાળાઓ પાસેથી ફરજિયાત લેતા હોવાની બુમરાડો ઊઠી છે. આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેને શિક્ષણાધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારી શાળાઓના પાઠ્યપુસ્તકો મફત આપવામાં આવે છે. પરંતુ ખાનગી શાળાઓમાં ફરજિયાત શાળામાંથી જ પુસ્તકો સહિતની સામગ્રી લેવાનો આગ્રહ રખાતો હોવાની બુમરાડો ઉઠી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રભાઇ મુંજપરાએ લેખિત પત્ર શિક્ષણ અધિકારીઓને પાઠવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં ભાજપનું શાસન અને ભાજપના ચેરમેન લેખિત રજૂઆત કરતા સરકારી તંત્રમાં અધિકારીઓ દોડતા થઇ ગયા છે. આ લેખિત રજૂઆતમાં જણાવ્યા મુ઼જબ સુરેન્દ્રનગરમાં ખાનગી શાળાઓમાં બાળકોને પાઠ્યપુસ્તક તથા અન્ય પુસ્તકો ફરજિયાત શાળા પાસેથી લેવાય છે. આથી પુસ્તકોના મનફાવે તેવા ભાવો લેવાતા હોવાની લેખિત અને મૌખિક રજૂઆત અમારી સામે આવી છે. જિલ્લાની ખાનગી શાળાઓમાં તપાસ કરવા પ્રાથમિક શિક્ષણાધિકારીને રજૂઆત કરી છે. જેમાં પાઠ્ય પુસ્તકો કેટલા ભાવો આ અંગે કડક કાર્યવાહી કરવાની માગણી કરાઇ છે. સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતના શિક્ષણ સમિતિ ચેરમેને રજૂઆત કરતા શિક્ષણ અને રાજકીય ક્ષેત્રે ગરમાવો ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...