રજૂઆત:વઢવાણ શહેરમાં જાહેરમાં શૌચાલય તોડી પડાતાં વેપારીઓમાં રોષ

વઢવાણ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
વઢવાણ પીરબેગ ડેલા પાસે જાહેર શૌચાલય તોડી નાખવામાં આવ્યું. - Divya Bhaskar
વઢવાણ પીરબેગ ડેલા પાસે જાહેર શૌચાલય તોડી નાખવામાં આવ્યું.
  • નવુ શૌચાલય બનાવી આપવા ચીફ ઓફિસરને રજૂઆત

વઢવાણ શહેરની મુખ્ય બજારમાંથી પીર બેગ ડેલા સામે વર્ષોથી જાહેર શૌચાલય માટે મુતરડી બનાવાઇ હતી. પરંતુ સંયુક્ત નગરપાલિકા બન્યા બાદ અચાનક આ જાહેર શૌચાલય તોડી પડાઇ છે. આથી વેપારીઓ અને વડીલોએ નવું શૌચાલય બનાવી આપવા લેખિત રજૂઆત કરી છે. વઢવાણ શહેર મુખ્ય બજાર ધોળાપોળથી મોતીચોકમાં એકમાત્ર જાહેર શૌચાલય પીરબેગના ડેલા પાસે આવેલી હતી. સુરેન્દ્રનગર પાલિકામાં વઢવાણ શહેરનો સમાવેશ થતા સુવિધાને બદલે દુવિધા ઊભી થઇ રહી છે.

ત્યારે આ પીરબેગ ડેલા સામેની જાહેર શૌચાલય તોડી પાડવામાં આવ્યું હતું. આથી વેપારીઓ, વૃદ્ધો સહિતના લોકોને શૌચાલય માટે દૂર દૂર જવું પડે છે. જ્યારે અમુ કલોકો જાહેરમાં શૌચાલય કરતા પસાર થતા લોકો ક્ષોભજનક સ્થિતિમાં મુકાય જાય છે. આ અંગે વિસ્તારના વેપારીઓ અને રહશો એમ.એમ.મીરઝા, ડી.ડી.રાઠોડ, એમ.કે.ખોજાણી, પી.એ.ઝાલા, જે.આર.પરમાર સહિતનાઓએ લેખિત રજૂઆત કરી ચીફ ઓફિસર પાસે નવું શૌચાલય બનાવી આપવાની માગ કરી છે.

આ અંગે તેઓએ જણાવ્યું કે આ જાહેર શૌચાલય કોણે અને કોના ઇશારે તોડી નાખવામાં આવ્યું છે. કોઇ પગલા લેવાયા નથી.આથી આ મામલે જો કાર્યવાહી નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી છે.

અન્ય સમાચારો પણ છે...