તપાસની રજૂઆત:વઢવાણ પંથકમાં રોગચાળો વકર્યો ફૂલગ્રામમાં ડેન્ગ્યુના કેસ 10

વઢવાણ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દવા છંટકાવ, આરોગ્ય તપાસની રજૂઆત કરવામાં આવી

વઢવાણ તાલુકાના રોગચાળાએ અજગરી ભરડો લેતા ગ્રામજનો પરેશાન છે. જ્યારે ખુદ તાલુકા પંચયતના ભાજપના સદસ્યએ રોગચાળો ડામવા પગલા લેવાની લેખિત માગ કરી હતી. જેમાં દવા છંટકાવ, આરોગ્ય તપાસ, દવા ઝડપી કરવાની રજૂઆત કરવામાં આવી હતી.વઢવાણ પંથકમાં દિવાળી બાદ નવા વર્ષમાં કોરોનાના ભય વચ્ચે રોગચાળો વકર્યો છે. વઢવાણ તાલુકાના ફુલગ્રામ, મઢાદ, વાઘેલા, વસ્તડી, ખારવા, ટીંબા વગેરે ગામોમાં ડેન્ગયુ અને ચિકનગુનિયાએ દેખા દીધી છે.

આ અંગે વઢવાણ તાલુકા પંચાયતના ભાજપના સદસ્ય નટુભાઇ ભડાણીયાએ જિલ્લા વિકાસ અધિકારીને લેખિત પત્ર પાઠવ્યો હતો. આ રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે વઢવાણ તાલુકાના ફુલગ્રામમાં 10 થી 12 ડેન્ગયુના કેસ હતા. જ્યારે મોટામઢાદ, નાનામઢાદ વગેરે ગામોમાં ચિકનગુનિયા અને ડેન્ગયુના કેસો વધ્યા છે. આથી વઢવાણ તાલુકામાં ભયંકર રોગચાળો ફેલાવાનો ભય હોવાથી આરોગ્ય તંત્ર પગલા લે તેવી માંગ છે.

આગામી સમયમાં ગામડાઓમાં સફાઇ, દવા છંટકાવ કરવાની પણ રજૂઆત કરાઇ હતી. વઢવાણ તાલુકાના વાઘેલા, ખારવા, ટીંબા, માળોદ, બલદાણા વગેરે ગામોમાં ડેગ્યુ અને ચીકનગુનીયાના કેસો વધી રહ્યા છે. આથી ઘરેઘરે સરવે, દવા અને સારવાર માટે આરોગ્ય વિભાગની ટીમને સક્રિય કામગીરી માટે ગ્રામજનોએ માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...