તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લ્યો બોલો:વઢવાણ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી વેચવા 713માંથી 32 ખેડૂતો જ આવ્યા

વઢવાણ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બજારમાંથી 1300ના ભાવ સામે ટેકાના ભાવ માત્ર 1055
  • બજારભાવ કરતાં ઓછા ભાવ મળતાં પંથકના ખેડૂતો મૂંઝવણમાં મૂકાયા

સુરેન્દ્રનગર જિલ્લામાં સાતથી વધુ કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળી ખરીદી ચાલી છે. પરંતુ ટેકાના ભાવ એક મણના રૂપિયા 1055 છે જ્યારે બજારભાવ રૂપિયા 1200 થી 1300 બોલાઇ રહ્યાં હોવાથી ધરતીપુત્રો મુંઝવણમાં મુકાઇ ગયા છે. વઢવાણ માર્કેટીંગ યાર્ડ ખાતે કુલ 713 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હોવા છતાં અત્યાર સુધીમાં માત્ર 132 ખેડૂતો જ મગફળીનું વેચાણ કરવા આવ્યા છે.

ઝાલાવાડમાં મુળી, વઢવાણ, ચોટીલા સહીતના તાલુકાઓમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું. પરંતુ ભારે વરસાદના કારણે મગફળીના પાકને નુકસાન થયું હતું. આથી સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં મુળી, ધ્રાંગધ્રા, વઢવાણ, ચોટીલા, લીંબડી, સાયલા અને લખતર ખાતે ખરીદી કેન્દ્રો ધમધમી ઉઠ્યા છે. જેમાં મગફળીનો એક મણનો ભાવ 1055 સરકારે જાહેર કર્યો હતો આથી ખેડૂતોએ મગફળીના વેચાણ માટે મોટા પાયે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાં વઢવાણ માર્કેટીંગ યાર્ડમાં જ 713 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું પરંતુ ટેકાના ભાવ 1055 સામે બજારભાવ રૂપિયા 1200 થી 1300 બોલાઇ રહ્યાં છે. આથી ટેકાના ભાવે મગફળીના વેચાણને લઇને ખેડૂતો મૂંઝવણમાં મુકાઇ ગયા છે.આ અંગે વઢવાણ ખરીદ કેન્દ્રના અધિકારી ઘનશ્યાભાઇ મહેતાએ જણાવ્યું કે વઢવાણ યાર્ડ ખાતે રજીસ્ટ્રેશન કરાવેલા 713 ખેડૂતો પૈકી 300 ખેડૂતોને ફોન પણ કરવામાં આવ્યા હતા. આમ છતાં 132 ખેડૂતો જ વેચાણ કરવા આવ્યા હતા જેમની પાસેથી 2967 ક્વિન્ટલ મગફળીની ખરીદી કરવામાં આવી છે.અને હજુ પણ મગફળીની ખરીદી ચાલુ જ છે.

અન્ય સમાચારો પણ છે...