તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યક્રમ યોજાયો:86 વર્ષ પૂર્ણ થતાં VHP ગુજરાતના ઉપાધ્યક્ષે 86 લાખનું દાન આપ્યું

વઢવાણ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દાન આપવા બદલ વઢવાણમાં સન્માન કાર્યક્રમ યોજાયો

વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાતના ઉપાધ્યક્ષને 86 વર્ષ પુર્ણ થતા તેઓને રૂ.86 લાખનું દાન આપ્યુ છે. આથી વઢવાણ ખાતે સન્માન કરાતા સૌરાષ્ટ્ર પ્રાંત વિશ્વ હિન્દુ પરિષદ કાર્યાલય માટે આ દાન આપવાની જાહેરાત કરાઇ હતી. વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા નવા કાર્યાલય બનાવવાનું આયોજન થઇ રહ્યુ છે.

ત્યારે વિહિપ ઉપાઅધ્યક્ષ કૃષ્ણ મુરારી અગ્રવાલે 86 વર્ષ પૂર્ણ થતા રૂ.86 લાખનું દાન આપવાની જાહેરાત કરી હતી. આથી વિહિપ સૌરાષ્ટ્રના પ્રાંત અધ્યક્ષ હરિભાઇ ડોડિયા, પ્રાંતમંત્રી ભુપતભાઇ ગોવાણી, સહપ્રાંત મંત્રી જયેશભાઇ શુક્લ વગેરે દ્વારા વઢવાણ ખાતે અભિવાદન સમારોહનું આયોજન કરાયું હતુ.

આ પ્રસંગે સૌરાષ્ટ્રભરના વિહિપ સંયોજકો ઉપસ્થિત રહ્યા હતાં. સૌરાષ્ટ્રમાં નવ કાર્યાલયની જરૂરિયાત ઉભી થઇ છે. ત્યારે રૂ.86 લાખનું દાન પ્રાપ્ત થતા વિહિપના કાર્યકરોએ જય શ્રીરામના નારા સાથે સન્માન કર્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...