તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સન્માન કાર્યક્રમ:રાષ્ટ્રીય શૌક્ષિક મહાસંઘે 51 દીકરીને દત્તક લીઘી, 60 શિક્ષિકાનું સન્માન કર્યું

વઢવાણ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાષ્ટ્રીય શૈક્ષિક સંઘનો માતૃ વંદના કાર્યક્રમ યોજાયો. - Divya Bhaskar
રાષ્ટ્રીય શૈક્ષિક સંઘનો માતૃ વંદના કાર્યક્રમ યોજાયો.
  • ઓમકાર વિદ્યાલયમાં માતૃશક્તિ વંદના કાર્યક્રમ યોજાયો
  • શિક્ષણક્ષેત્રે નવી પહેલ : આગામી સમયમાં દરેક શિક્ષક દીકરીઓ દતક લે તેવી જાહેરાત કરાઇ, દીકરીઓને કિટનું વિતરણ પણ કરવામાં આવ્યું

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા માતૃશક્તિ વંદના કાર્યક્રમનું ઓમકાર વિદ્યાલયમાં આયોજન કરાયુ હતુ. જેમાં ગરીબ પરીવારની 51 દિકરીઓને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારોએ દતક લઇને નવો ચીલો ચાતર્યો હતો. આ તકે 60 મહિલાઓનું સન્માન કરી આગામી સમયમાં દરેક શિક્ષક દિકરીઓ દતક લે તેવુ અભિયાન હાથ ધરવા જાહેરાત કરી હતી.

સમગ્ર દેશમાં તા.8 માર્ચથી આંતરરાષ્ટ્રીય મહિલા સપ્તાહની ઉજવણી થઇ રહી છે. ત્યારે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષણક્ષેત્રે નવી પહેલ સુરેન્દ્રનગર ખાતે કરાઇ હતી. સુરેન્દ્રનગર રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ દ્વારા ઓમકાર વિદ્યાલય ખાતે માતૃશક્તિ વંદના કાર્યક્રમનું આયોજન બુધવારે કરાયુ હતુ.જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મીતાબેન ગઢવી, પદ્મશ્રિ મુક્તાબેન ડગલી, ડો.નેહલ પંડ્યા, દિપ્તીબેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન કલ્પનાબેન વાઢેર, જયાબેન પટેલ વગેરે મહિલાઓએ કર્યુ હતુ. આ તકે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારોએ 51 દિકરીઓને દતક લીધી હતી. આ દિકરીઓને શૈક્ષિણીક કીટ અર્પણ કરવામાં આવી હતી.ત્યારબાદ 60 જેટલા મહિલા શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે 100થી વધુ મહિલા શિક્ષકોએ ઉપસ્થિત રહી માતૃશક્તિ વંદના કરી હતી.

અન્ય સમાચારો પણ છે...