તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સાઈડઈફેક્ટ:કોરોનાના 50 દર્દીને હવે મ્યૂકર માઇકોસિસ લાગુ પડ્યો

વઢવાણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાની સારવાર લીધા બાદ સાઇડ ઇફેક્ટથી થતી આ ગંભીર બીમારીની જિલ્લામાં સારવારની કોઈ સુવિધા નથી
  • આ રોગ સામે રક્ષણ આપતાં અન્ફોટેસીન બી નામના એક ઈન્જેક્શનની કિંમત રૂ. 7 હજાર, 15 ઈન્જેક્શનનો કોર્સ કરવો પડે

સુરેન્દ્રનગર જિલ્લામાં ખાસ કરીને એપ્રિલ મહિનામાં કોરોના ઘાતક બનીને ત્રાટકયો હતો. અનેક લોકોને પોતાની ઝપટમાં લઇ લીધા છે. થોડા દિવસોથી કોરોનાના કેસમાં થોડી ઘણી રાહત જોવા મળી રહી છે. હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા ઘટી રહી છે. આવા સમયે ઝાલાવાડ માથે કોરોના સાથે જોડાયેલા વધુ એક રોગની આફત આવી રહી છે. વર્તમાન સમયે જિલ્લામાં મ્યૂકર માઇકોસિસ નામના રોગના દર્દીઓ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. જે આગામી સમયમાં વધુ જોખમી બની શકે તેવી સ્થિતિ સર્જાઇ છે. જે ખરેખર ચિંતાનો વિષય બની ગયો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 435 લોકો મોતના મુખમાં ઘકેલાઇ ગયા છે અને 6657 લોકોને કોરોના થઇ ચૂક્યો છે. જે પૈકી 3300 લોકો સાજા પણ થઇ ગયા છે. આમ જિલ્લામાં કોરોનાએ અનેક પરિવાર વેરવિખેર કરી નાખ્યા છે. લોકો કોરોનાને લઇને રીતસર ફફડી રહ્યા છે. આવા કપરા સમયે થોડા દિવસોથી કોરોનાના કેસ ઘટવાની સાથે મોતનું પ્રમાણ પણ ઘટયુ છે. જે રાહતના સમાચાર છે પરંતુ આ રાહતની સાથે કોરોનાની સારવાર બાદ સાઇડ ઇફેકટથી થતા મ્યૂકર માઇકોસિસ નામના રોગની મોટી આફત જિલ્લાના લોકો સામે આવીને ઉભી છે.

અત્યારે સુધીમાં અંદાજે 50 જેટલા લોકોને મ્યૂકર માઇકોસિસ નામનો રોગ થઇ ચૂકયો હોવાની વિગતો મળી રહી છે. મહત્વની બાબત એ છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં આ રોગની સારવાર કરવી પણ મુશ્કેલ બને છે. માત્ર આ રોગ સામે રક્ષણ આપતા અન્ફોટેસીન બી નામના ઇન્જેકશન આપવાની જ સગવડતા થઇ શકે તેમ છે. આ રોગની સારવાર પણ ખૂબ મોંઘી છે. એક ઇન્જેકશન રૂ.7 હજારની કિંમતનું આવે છે અને 15 ઇન્જેક્શનનો કોર્સ કરવો પડે છે. ધીરે ધીરે દર્દીની આંખો સુધી પહોંચી જતા આ રોગમાં જો ઓપરેશન કરવું પડે તો ખૂબ મોટો ખર્ચ પણ થઇ જાય છે.

ડાયાબિટિસવાળા દર્દીને સ્ટિરોઇડ આપવાથી આ રોગ થાય છે
વર્તમાન સમયે જિલ્લામાં આ રોગ ગંભીર રીતે વધી રહ્યો છે. કોરોના થયો હોય તેવા દર્દી કે જેમને કોરોના થઇને મટી ગયો હોય તેવા લોકોને આ રોગ થાય છે. ખાસ કરીને જે દર્દીને ડાયાબિટિસ હોય અને સ્ટિરોઇડ આપવામાં આવ્યું હોય તેવા દર્દીમાં સૌથી વધુ રોગ જોવા મળી રહ્યો છે. જે દર્દીને ઓક્સિજન આપવો પડ્યો હોય તેવા દર્દી પણ આ રોગના શિકાર બની રહ્યા છે. આવા કેસમા઼ં ખાસ કરીને ડાયાબિટિસ કંટ્રોલ કરવું ખૂબ જરૂરી છે.બિનજરૂરી સ્ટિરોઇડનો ઉપયોગ ટાળવો જોઇએ.ઓક્સિજન લેતા સમયે યોગ્ય હાઇજીનિક સ્ટેપ્સ લેવા જોઇએ જેમ કે માસ્ક, ટ્યૂબ સ્વચ્છ રાખવા અને ખાસ કરીને સિલિન્ડરમાં વપરાતું પાણી સ્ટેરીલે કે ઉકાળેલું જ વાપરવુ જોઇએ. - ડો.માધવ ત્રિવેદી

મ્યૂકર માઇકોસિસના લક્ષણો
કોરોના દરમિયાન કે સાજા થયા બાદ નાક બંધ રહેવું, નાકમાંથી વાસવાળુ પ્રવાહી નીકળવું , આંખ, ગાલ પર સોજો , માથું દુ:ખવંુ, જીણો તાવ રહેવો

અન્ય સમાચારો પણ છે...