નવી પહેલ / વઢવાણમાં કાણ-મોકાણે મૃત્યુ ભોજન પ્રથા બંધ, ખારવાની પોળના 1500થી વધુ પરિવારો મૃત્યુબાદ થતું ભોજન લેતા પણ નથી

More than 1,500 families in Kharwani Pol do not even take posthumous food.
X
More than 1,500 families in Kharwani Pol do not even take posthumous food.

દિવ્ય ભાસ્કર

Jul 13, 2020, 04:00 AM IST

વઢવાણ. મૃત્યુ ભોજન જેવી કુપ્રથા બંધ કરી સામાજિક પરિવર્તનનો પવન વઢવાણ રાજપૂત સમાજે શરૂ કર્યો હતો. વઢવાણ ખારવાની પોળના 1500થી વધુ પરીવારો મૃત્યુબાદ થતી કાણ કે કારજમાં મૃત્યુ ભોજન બંધ છે. આ ઉપરાંત કોઇ પણ ગામમાં કાણ કે મોકાણ હોય તો સમાજના પરિવાર ભોજન  લેતા નથી. આથી પરિવર્તનની પહેલ સુરેન્દ્રનગર જિલ્લાના ગામડાઓએ પણ અપનાવી છે.

દેશમાં દિવ્યભાસ્કરે મૃત્યુબાદ ભોજનની સામાજીક કુપ્રથા બંધ કરવા મનથી ત્યજીએ મૃત્યુ ભોજન સામાજીક પહેલ શરૂ કરી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કારડિયા રાજપૂત સમાજે સામાજીક પરિવર્તન શરૂ કર્યુ છે. જેમાં સમુહલગ્નોત્સવ યોજીને ખોટાખર્ચ બંધ કરવા અપીલ કરતા તેનો ફાયદો થયો છે. હાલ વઢવાણ કારડિયા રાજપૂત સમાજે મૃત્યુબાદ કાણ, મોકાણ કે કારજ પ્રસંગે ભોજન પ્રથા બંધ કરવાનો ક્રાંતિકારી નિર્ણય લીધો છે. જેમાં વઢવાણ ખારવાની પોળ રાજપૂત સમાજના ભવાનીસિંહમોરી, વજુભા રાઠોડ, દોલુભા ડોડીયા વગેરે આગેવાનોએ બેઠક બોલાવી ખોટાખર્ચ માંથી મુક્ત થવા મૃત્યુબાદ ભોજન પ્રથા કાયમી બંધ કરવા અપીલ કરી હતી. 

શિક્ષિત સમાજ પરિવર્તન લાવે છે
 કારડીયા રાજપૂત સમાજ વઢવાણના પ્રમુખ દોલુભા ડોડીયાએ જણાવ્યુ કે અમારો સમાજ શિક્ષિત બનીને સામાજીક પરિવર્તન લાવી રહ્યો છે. ત્યારે મૃત્યુબાદ ભોજન પ્રથા બંધ કરવાનો નિર્ણય કર્યો છે.જેમાં અનેક પરીવારો ધાર્મિક વિધી અને બારમાની ભોજન પણ કરાવાતા નથી. સમાજમાં આર્થિક નુકશાન બંધ થતા તમામે આગળ આવવુ જોઇએ.

સામાજીક તાસીર અને તસવીર બદલાઇ
 આ પ્રથા બંધ થતા સામાજિક તાસીર અને તસવીર બદલાઇ છે. અમારા સમાજમાં રાઠોડ પરીવારે 15 વર્ષ પહેલા જ પહેલ કરી હતી. ભોજન સહિતની કુપ્રથા બંધ કરવાનુ એટલા માટે સારૂ કહેવાશે કે એક બાજુ પોતાના પરીજન ગુમાવવાનો આઘાત અને તેમાં પાછુ મૃત્યુ ભોજનના નામે જંગી ખર્ચ કરવાનો આથી કાયમ માટે આવી કુપ્રથા બંધ કરવી જોઇએ.> વજુભા બનેસંગ રાઠોડ, (કારડિયા રાજપૂત સમાજના આગેવાન અને ટ્રસ્ટી)

કુપ્રથા બંધ કરવા આસપાસના ગામો જોડાયા
વઢવાણ કારડીયા રાજપુત સમાજે કુપ્રથા બંધ કરવા પહેલ કરી છે. આથી આસપાસના ગામો પણ કાણ, મોકાણે જમવાનુ બંધ કરવા જોડાયા છે. લીંબડી તાલુકાના પાણશીણા ગામમાં મૃત્યુભોજન સહિતની કુપ્રથાબંધ કર્યાની જીઆરસીના વિક્રમસિંહ પરમારે જણાવ્યુ હતુ આ કુપ્રથાબંધ થવાથી સમાજ માટે ખુબ સારા સંકેતો આપ્યા છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી