કાર્યવાહી / વઢવાણમાં મામલતદાર દ્વારા ખનીજ ચેકિંગ: રૂ.15.06 લાખનો મુદ્દામાલ જપ્ત

Mineral checking by Mamlatdar in Wadhwan: Muddamal of Rs. 15.06 lakh seized
X
Mineral checking by Mamlatdar in Wadhwan: Muddamal of Rs. 15.06 lakh seized

દિવ્ય ભાસ્કર

Jul 04, 2020, 04:00 AM IST

વઢવાણ. વઢવાણ તાલુકામાં ખનીજ ચોરી અટકાવવા માટે મામલતદારે ચેકિંગ હાથ ધર્યુ હતુ. જેમાં રેતીભરેલ ઓવરલોડ ડમ્પર ઝડપાયું હતુ. જ્યારે રૂ.15,06,300નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. વઢવાણ પંથકમાં રેતી ચોરીની ફરીયાદો ઉઠી છે. જ્યારે કપચી પથ્થર અને રેલીનું વહન ગેરકાયદેસર રીતે થઇ રહ્યું છે. આથી વઢવાણ મામલતદાર જી.ડી.બરોલીયાએ ચેકિંગ હાથ ધર્યુ હતુ. જેમાં સુરેન્દ્રનગર - વઢવાણ શહેરી વિસ્તારોમાં મામલતદાર ઓફિસ સ્ટાફે વચ ગોઠવી હતી. આ સમયે રેતી ભરેલા રોયલ્ટી વિનાનું ઓવરલોડ ડમ્પર ઝડપાયું હતુ. ત્યારબાદ રૂ.15,06,300નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.

આ ઉપરાંત રતનપર, જોરાવરનગર, સુરેન્દ્રનગર, વઢવાણ શહેરમાંથી પસાર થતા વાહનો પર વચ ગોઠવી છે. જેમાં ગેરકાયદેસર વહન કરીને સરકારી સરકારી તીજોરી કચેરીને નુકશાન કરતા શખ્સો સામે કડક કાર્યવાહીની ચીમકી અપાઇ છે. આ અંગે જી.ડી.બરોલીયાએ જણાવ્યુ કે વઢવાણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચેકિંગ શરૂ થયું છે. જ્યારે ભોગાવાની આસપાસ રેતીની હેરફેરી સામે વચ ગોઠવાઇ છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી