વઢવાણ તાલુકાના રૂપાવટી પ્રાથમિક શાળાના આચાર્યે દીકારાના લગ્નમાં નવો જ વિચાર સાથે પક્ષીપ્રેમ રજૂ કર્યો છે. તેઓ રૂ.40ના ખર્ચે ચકલીના માળા જેવી કંકોત્રી બનાવી છે. જે 500થી વધુ લોકોને વિતરણ કરી પ્રસંગ બાદ ચકલી ઘરની ગરજ સારશે. વઢવાણ તાલુકાના ખોડુગામના લાભુભાઇ ડાભી પહેલેથી પ્રકૃતિ અને સેવાપ્રેમી હતા.
તેઓ હાલ સુરેન્દ્રનગર શહેરમાં રહીને ટીબી હોસ્પિટલમાં દર્દીઓને ભોજન પીરસે છે. આ ઉપરાંત રૂપાવટી ગામમાં આચાર્યની ફરજ સાથે ગરીબ દર્દીઓને પોતાના ખર્ચે જમાડવાનો ખર્ચ જમાડવાનો સેવાયજ્ઞ કરી રહ્યા છે. સુરેન્દ્રનગરની ગોકુળધામ સોસાયટીમાં રહેતા લાભુભાઇ ડાભીના પુત્ર ધવલના લગ્ન હતા.આથી તેઓએ સેવાકાર્યનો વિચાર આવ્યો હતો. જેમાં હાલ વૃક્ષોની ઘટતી સંખ્યાને લીધે પક્ષીઓને માળા બનાવવા કામ આવે તેરીતેમના પુત્રની લગ્નની કંકોત્રી ચકલીઘર જેવી કંકોત્રી બનાવી જેમાં રૂ.40ના ખર્ચે 500થી વધુ કંકોત્રીનું વિતરણ કર્યું હતું.
ટાવર પર આસરો લેતા પક્ષીઓની તસવીરથી વિચાર આવ્યો
‘દિવ્ય ભાસ્કર’ સુરેન્દ્રનગર આવૃત્તિમાં પક્ષીઓ ઘટતા વૃક્ષોના કારણે હાલ ટાવરો પર માળા બનાવી અને આસરો લેતા હોવાની તસવીર છપાઇ હતી. આથી પક્ષીઓ માટે માળા બનાવી આસરો આપવા સાથે પુણ્ય કમાવા સાથે લોકોને નવી રાહ ચિંધવા આ પક્ષીઘર કંકોત્રીનો વિચાર આવ્યો. > લાભુભાઇ ડાભી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.