તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વઢવાણને અન્યાય:ભોગાવો પર રીવરફ્રન્ટ ઝંખતા રહીશો

વઢવાણ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વર્ધમાન મહાનગરપાલિકા ચળવળ ગૃપે રીવરફ્રન્ટ બનાવવા નાણાં નહીં ફાળવાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી

વઢવાણ નગરપાલિકાનો સુરેન્દ્રનગર પાલિકામાં સમાવેશ કરી સંયુક્ત નગરપાલિકા બનાવી હતી. પરંતુ આમ થવાથી વિકાસના બદલે સમસ્યાઓ વધ્યાનો ઘાટ સર્જાયો છે. સુરેન્દ્રનગર પાલિકાની નવી બોડીના નવા બજેટમાં ભોગાવો નદી પર રીવરફ્રન્ટ માટે કરોડો રૂપીયા ફાળવાયા છે.

પરંતું ભોગાવો નદી વઢવાણ અને સુરેન્દ્રનગરને જોડે છે. ત્યારે જિલ્લા પંચાયત કચેરીથી એસ.ટી બસ ડેપો સુધી રીવરફ્રન્ટ તૈયાર થયો છે. જ્યારે એસ.ટી બસ સ્ટેશનથી ગેબનશાપીર દરગાહ સર્કલ સુધીનો રીવરફ્રન્ટ બાકી રહ્યો છે. નવા બજેટમાં ધોળીધજા ડેમથી જોરાવરનગર નાળા સુધી રીવરફ્રન્ટ બનાવવાની જાહેરાત કરાઇ જેમાં પણ ઘરશાળા, GIDC કોઝવે, ધોળીપોળ બાકી રહી ગયાનો ઘાટ સર્જાયો. તાજેતરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વઢવાણ વાસીઓએ ભાજપને મત આપવા છતાં વઢવાણને અન્યાય થતા વર્ધમાન નગરપાલિકા ચળવળ ગૃપે વિરોધ વ્યક્ત કરી આગામી સમયમાં વઢવાણ વિસ્તારમાં રીવરફ્રન્ટ બનાવવા નાણા નહીં ફાળવવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી અાપી છે.

આ ઉપરાંત વિધાનસભા ચૂંટણીમાં પણ આ મુદ્દો લોકો સુધી લઇ જવાની ચીમકી આપી છે. આ અંગે વિક્રમદવે, જીતુભાઇ દલવાડી, રાજભા જાદવ વગેરેએ જણાવ્યુ કે વઢવાણના વિકાસને બદલે વિનાશનો ઘાટ ઘડાયો છે. ભાજપ મત આપનાર હજારો મતદારોનું અપમાન છે. આથી વઢવાણ વિસ્તારમાં ભોગાવો નદી પર બંન્ને સાઇડ રીવરફ્રન્ટ બને તેવી અમારી લાગણી અને માંગણી છે. જ્યારે ભાજપના સુધરાઇ સદસ્યો વઢવાણ માટે રજૂઆત કરી અને લોકોના મતનું સન્માન જાળવે તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો