તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:સુરેન્દ્રનગર પાલિકાને શિક્ષકોના GPFના 34 લાખ ચૂકવવા પત્ર

વઢવાણ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રાથમિક શિક્ષણાધિકારીએ ચીફ ઓફિસરને પત્ર પાઠવી માગ કરી

સુરેન્દ્રનગર પાલિકા દ્વારા દૂધરેજ, રતનપર, જોરાવરનગર અને સુરેન્દ્રનગર શહેરમાં પ્રાથમિક શાળાઓનું સંચાલન કરાતું હતું. પરંતુ ત્યારબાદ 20થી વધુ શાળાના 300 જેટલા શિક્ષક અને લાખો વિદ્યાર્થીઓની સોંપણી સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત 2003માં કરાઇ હતી. પરંતુ આ સોંપણીમાં શિક્ષકોને અન્યાય અને મુશ્કેલીની રાવ ઉઠી હતી.

આ અંગે સુરેન્દ્રનગર શૈક્ષિક મહાસંઘના જીવણભાઇ બાર, મુકેશભાઇ બદ્રેશિયા વગેરે દ્વારા લેખિત રજૂઆત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને કરાઇ હતી. આ દરમિયાન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મીતાબેન ગઢવીએ સુરેન્દ્રનગર પાલિકા ચીફ ઓફિસરને લેખિત પત્ર પાઠવ્યો છે. જેમાં જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર પાલિકાની શાળાઓના શિક્ષકોના જીપીએફના નાણા રકમ મેળવવા છેલ્લા 5 વર્ષથી રજૂઆત થાય છે.

આ શિક્ષકો જીપીએફ માગણીની રકમ રૂ.34 લાખ સુધી પહોંચી છે. આથી આ ઘટતી રકમ સત્વરે મળે તેવી વ્યવસ્થા કરવાની માગ કરાઇ છે. સુરેન્દ્રનગર પાલિકાના શિક્ષકોને પગાર સહિતની સમસ્યાઓનો ઉકેલ માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પાલિકા પ્રમુખને અને હોદ્દેદારો સાથે બેઠક પણ કરનાર છે.

અન્ય સમાચારો પણ છે...